વડોદરાઃ ભાજપ શહેર પ્રમુખની સેંસ વખતે વડોદરામાં વિવાદ થયો હતો. જે બાદ વડોદરા ભાજપમાં વધુ એક વિવાદ થયો હતો. શહેરમાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી ભાજપના જ નેતા અને પાલિકામાં શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલ તથા કમલેશ દેત્રોજાએ જમીન વેચવાના બહાને ખોટા દસ્તાવેજ બનાવીને રૂપિયા 21 લાખ પડાવ્યા હતા.
પરાક્રમસિંહે ફરિયાદ નોંધાવતા ભાજપના નેતા ગોહિલ અને કલમેશ દેત્રોજા ક્યાંક ગાયબ થઈ ગયા છે. બંનેએ તેમને અગાઉ જમીનનો સોદો કરાવી આપ્યો હતો. 1.45 કરોડમાં આ સોદો થયો હતો. આ દરમિયાન પરાક્રમસિંહે 11 લાખ રોકડા કમલેશને તથા 10 લાખ દિલીપસિંહને આપ્યા હતા. જે બાદ 1.24 કરોડ ચેકથી ચૂકવવા પડશે તેમ નક્કી કર્યું હતું. પરાક્રમસિંહે જમીન લેવાનું નક્કી કરી તેમને કુલ 21 લાખ આપ્યા હતા. જમીનનો દસ્તાવેજ નવેમ્બર 2024માં કરવાની વાત કરી હતી.
કોર્પોરેટરે કહ્યું છે કે, 19 નવેમ્બર 2024ના રોજ સમાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવાનો હતો.પરંતુ મારા પુત્રના લગ્ન હોવાથી મેં મારા બે મિત્રોને મોકલ્યા હતા. કમલેશ અને દિલિપે મને કહ્યું હતું કે,સોદા વખતે તમારી જરૂર પણ નહિ પડે. ત્યારબાદ દોઢ મહિના સુધી મારો ચેક ક્લિયરન્સ માટે નહિ આવતાં મને શંકા ગઇ હતી.જેથી મારા પુત્રના લગ્ન બાદ ઓફિસે જઇ કાગળો તપાસતાં જમીન માલિકની સહિઓ તેમજ આધારકાર્ડ અને દસ્તાવેજના ફોટામાં ફેર જણાયો હતો.મેં કમલેશ અને દિલીપસિંહને બોલાવી પોલીસ કેસની વાત કરતાં તેમણે બોગસ જમીન માલિક ઉભો કરી સોદો કર્યો હોવાની કબૂલાત કરી હતી.
Also read: વડોદરામાં બરોડાનો સેકન્ડ-લાસ્ટ બૉલ પર કર્ણાટક સામે પરાજય…
પરાક્રમસિંહે પોલીસને કહ્યું કે,મારી સાથે છેતરપિંડી કરનાર દિલીપસિંહ અને કમલેશની પૂછપરછ કરતાં દિલીપસિંહ ગોહિલ છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં સપડાયેલો હોવાથી તેને મદદ કરવા માટે કમલેશ દેત્રોજાએ ખેલ કર્યો હતો. ઉપરાંત તેમાં તેને પણ આર્થિક લાભ મળવાનો હતો તેવી વિગતો જાણવા મળી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને