India falls down   successful  Hapiness Index

નવી દિલ્હી: યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેલબીઇંગ રિસર્ચ સેન્ટર અને ગેલપ સંસ્થાની માદદથી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ(World Happiness Index) જાહેર કર્યો છે. આ રીપોર્ટ દર્શાવે છે કે તેમના નાગરિકો પોતાને કેટલા ખુશ માને છે.

વર્ષ 2024 માટે તૈયાર કરાયેલા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ (WHR) માં રેન્કિંગ અને સ્કોર્સમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી રહ્યા છે. 12 વર્ષમાં પહેલી વાર અમેરિકા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ટોચના 20 સ્થાનથી બહાર નીકળી ગયું છે. તાજેતરના વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ અનુસાર, ભારત ઘણા પશ્ચિમી દેશો અને તેના કેટલાક પડોશી દેશોની તુલનામાં નીચા સ્થાને પહોંચી ગયું છે.

આ દેશના લોકો સૌથી ખુશ:

આ વર્ષના રીપોર્ટમાં પણ ફરી એક ફિનલેન્ડને દુનિયાનો સૌથી ખુશ દેશ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારબાદ ડેનમાર્ક અને આઇસલેન્ડ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. જ્યારે ભારત વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં 143 દેશોમાંથી 126મા ક્રમે છે. રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન અને લેબનોન છેલ્લા બે સ્થાનો પર રહ્યા છે.

આપણ વાંચો: હેપ્પીનેસ ઇન્ડેકસ કે હાસ્યાસ્પદ ઇન્ડેકસ!!!

ભારતનું સ્તર સતત કથળી રહ્યું છે:

છેલ્લા 10 વર્ષોમાં ભરતો ક્રમ સતત ઘટતો જાય છે. આ ઇન્ડેક્સમાં વર્ષ 2014માં ભારત 111માં ક્રમે હતું, ત્યાર બાદ વર્ષ 2024માં ભારત 126માં ક્રમે આવી ગયું છે. ચોકવાનારી બાબત એ છે કે લોકોની ખુશહાલી બાબતે હવે ભારત પાકિસ્તાન, લિબિયા, ઇરાક, પેલેસ્ટાઇન, નાઇજર, ચીન, નેપાળ અને મ્યાનમાર જેવા દેશો કરતાં નીચેના ક્રમે છે.

શિક્ષણના સ્તર, સામાજિક જાતિ પ્રથા, ભેદભાવ અને નબળી સ્વાસ્થ્ય સેવાઓ જેવા પરિબળો ભારતીયોમાં જીવનને અસર કરી રહ્યા છે.

પાકિસ્તાનનો ક્રમ:

2024ના હેપીનેસ ઈન્ડેક્સ મુજબ 143 દેશોમાં પાકિસ્તાન 108મા સ્થાને છે. પાકિસ્તાનનો હેપીનેસ સ્કોર 4.66 છે જે 2023ના તેના સ્કોર કરતાં +0.105 વધુ છે. પાકિસ્તાનના નાગરિકો પરિવાર, મિત્રો અને સમુદાય સાથેના પાકિસ્તાનીઓના સંબંધોને મૂલ્યાંકનના અન્ય પરિબળોને મહત્વ આપે છે. જ્યારે 2024માં પાકિસ્તાનના લોકો 2023 કરતાં થોડા ખુશ છે, છતાં હજુ પણ સુધારો થઇ શકે છે.

પેલેસ્ટાઇનની સ્થિતિ:

યુદ્દ વચ્ચે ઘેરાયેલા જોવા છતાં પેલેસ્ટાઇનના હેપીનેસ ઇનેક્સને વધુ અસર થઇ નથી. 2023માં પેલેસ્ટાઇનનો ક્રમ 99 હતો જે 2024માં 101 થયો. યુદ્ધની પ્રતિકૂળતાઓ અને સંસાધનોનો અભાવ ઘણા પેલેસ્ટિનિયનોને તેમના જીવનની ખુશીઓ છીનવી રહ્યો છે.

આ રીતે તૈયાર કરવામાં આવે છે ઇનેક્સ:

વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ/ઇન્ડેક્સ લોકોની ખુશીમાં ફાળો આપતા પરિબળોના આંકડાકીય વિશ્લેષણ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જોકે લોકોનું ખુશીને માપવી ખૂબ જ મુશ્કેલ છે. દરેક દેશના પ્રદર્શનનું નિરીક્ષણ વિવિધ પરિબળોને આધારે કરવામાં આવે છે, જેમાં GDP થી માંડીને પસંદગીની સ્વતંત્રતા, સામાજિક સમર્થન, સામાન્ય વસ્તીની ઉદારતા અને ભ્રષ્ટાચારના સ્તરનો સમાવેશ થાય છે.

ગેલપ વર્લ્ડ પોલ સર્વે (૨૦21-23) ના ડેટાનો ઉપયોગ હેપીનેસનો રેન્કિંગ નક્કી કરવા માટે કરવામાં આવ્યો છે. આને કેન્ટ્રીલ લેડર કહેવામાં આવે છે, જે હેઠળ સર્વેક્ષણ કરવામાં આવે છે જેમાં લોકોને 0 થી 10 ના સ્કેલ પર તેમના જીવનને રેટ કરવાનું કહેવામાં આવે છે.

સર્વે માટે દરેક દેશમાંથી લગભગ 1,000 રિસ્પોન્સ લેવામાં આવે છે. રેન્કિંગ નક્કી કરવામાં 6 પરિબળો ફાળો આપે છે; જેમાં GDP, આયુષ્ય, ઉદારતા, સામાજિક સમર્થન, સ્વતંત્રતા અને ભ્રષ્ટાચારનું સ્તરનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને