Gujarat's archetypal  Cyber ​​Sentinels Lab established successful  Rajkot

રાજકોટ: આજના સમયમાં સાયબર ગુનાઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને અનેક લોકો તેના ભોગ બની રહ્યા છે. વધી રહેલા સાયબર ગુનાઓને રોકવા અને સાયબર ગુનાઓની તપાસ કરવા માટે, રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુજરાતની પ્રથમ સાયબર સેન્ટિનેલ્સ લેબની સ્થાપના કરવામાં આવી છે. આ લેબ સાયબર ગુનાઓની તપાસ માટે નવીનતમ ટેકનોલોજી અને આધુનિક સોફ્ટવેરનો ઉપયોગ કરીને કામ કરશે.

4.26 કરોડના ખર્ચે લેબનું નિર્માણ

સાયબર સેન્ટિનેલ્સ લેબની સ્થાપન માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા લોક ભાગીદારીથી સાયબર સિક્યુરિટી સોસાયટી નામના ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. આ ટ્રસ્ટમાં કુલ 12 ટ્રસ્ટીઓ નીમવામાં આવ્યા છે, જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર, રાજકોટ શહેર જોઈન્ટ પોલીસ કમિશનર, રાજકોટ ડીસીપી ક્રાઇમ તેમજ રાજકોટ શહેર એસીપી સાયબર ક્રાઇમ અને 8 ઉદ્યોગપતિઓનો સમાવેશ કરાયો છે. 4 કરોડ થી પણ વધારેના ડોનેશનથી આ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આપણ વાંચો: સાયબર ફ્રોડના 100થી વધુ ગુનામાં સંડોવાયેલા બે યુવક ચેન્નઈમાં પકડાયા

1.25 કરોડના 8 આધુનિક સોફ્ટવેર

સૌથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સાયબર ગુના સાથે સંકળાયેલા લોકોને શોધી શકાય તે માટે આ લેબની સ્થાપન કરવામાં આવી છે. 4.26 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી આ આધુનિક સાયબર સેન્ટિનેલ્સ લેબમાં, રૂ. 1.25 કરોડના 8 આધુનિક સોફ્ટવેર ખરીદવામાં આવ્યા છે.

જેમાં મોબાઇલ ફોરેન્સિક હાર્ડ ડિસ્કમાંથી ડેટા રિકવર કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખાસ સોફ્ટવેરની મદદથી, DVR, NVR અથવા લેપટોપ સહિત કોઈપણ ઉપકરણમાંથી ડેટા રિકવર કરી શકાય છે

રિવર્સ એન્જિનિયરિંગનો ઉપયોગ

આ લેબમાં રિવર્સ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને ગુનેગાર સુધી પહોંચવામાં મદદ લેવામાં આવશે. તેના ઉપયોગથી એ શોધવામાં પણ મદદ મળશે કે કઈ વસ્તુ કયા ઉપકરણથી બનાવવામાં આવી હતી અથવા કયા ઉપકરણથી તે પહેલા મોકલવામાં આવી હતી. આ સોફ્ટવેરનો ઉપયોગ કોઈને કોઈ રીતે તમામ પ્રકારના સાયબર ગુનાઓમાં થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને