છતરપુર: બાગેશ્વર ધામના(Bageswar Dham) પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પ્રયાગરાજ મહાકુંભમાં મોક્ષ પ્રાપ્તિ અંગેના પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે મહાકુંભ ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોને મોક્ષ પ્રાપ્ત થયો છે. તેમના આ નિવેદનની ભારે ટીકા થઈ હતી. હવે બાબા બાગેશ્વરે પોતાના નિવેદન અંગે કહ્યું કે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મમતા કુલકર્ણી અને બાગેશ્વર બાબા વચ્ચે વિવાદ વધવાની શકયતા, અભિનેત્રીએ બાબાને રોકડું પરખાવ્યું
નાની વાત કાપીને વાયરલ કરવામાં આવી
બાગેશ્વર બાબાએ કહ્યું કે વાયરલ થઈ રહેલા તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે તેમનું નિવેદન સંપૂર્ણ રીતે સાંભળવામાં આવ્યું ન હતું. વીડિયોમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું હતું ફક્ત એક નાની વાત કાપીને વાયરલ કરવામાં આવી હતી.
નિવેદનને કારણે હોબાળો મચી રહ્યો છે
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી હતી કે તે વીડિયોમાં તેમણે કહ્યું હતું કે હૃદયમાં ઘણું દુઃખ અને પીડા છે. પરંતુ અમારું નિવેદન એવું નહોતું જે લોકો સમજી શક્યા છે. જે નિવેદનને કારણે હોબાળો મચી રહ્યો છે. તેમણે કહ્યું કે તે વિડિયો પૂરો સાંભળો.
બાગેશ્વર બાબાએ આ નિવેદન આપ્યું હતું ?
બાગેશ્વર બાબાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ મહાપ્રયાગ છે. દરેકનું મૃત્યુ નિશ્ચિત છે . પરંતુ જો કોઈ ગંગા કિનારે મૃત્યુ પામે છે તો તેને મુક્તિ મળશે. તેમણે વધુમાં કહ્યું કે અહીં કોઈનું મૃત્યુ થયું નથી. જો કોઈનું અકાળે મૃત્યુ થાય તો તે દુઃખદ છે.પરંતુ એ વાત ચોક્કસ છે કે કેટલાક 20 વર્ષ પછી મૃત્યુ પામશે અને કેટલાક 30 વર્ષ પછી પરંતુ ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોને મોક્ષ મળ્યો છે.
નિવેદનની સંત સમુદાય દ્વારા પણ ટીકા કરવામાં આવી
તેમના નિવેદનની સંત સમુદાય દ્વારા પણ ટીકા કરવામાં આવી હતી. બાગેશ્વર બાબાના મોક્ષ અંગેના નિવેદન પર, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે તેમને પણ મોક્ષ આપો. જો ધીરેન્દ્ર શાસ્ત્રી તૈયાર હોય તો અમે તેમને ધક્કો મારીને મુક્તિ આપવા તૈયાર છીએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને