Haryana Election 2024 : હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ 65 ટકા મતદાન નોંધાયું, 8 ઓકટોબરના રોજ પરિણામ

2 hours ago 1
 Average elector  turnout successful  Haryana assembly predetermination  65 percent, results connected  8 October Screen Grab : NDTV.com

ચંદીગઢ: હરિયાણા વિધાનસભાની ચૂંટણી(Haryana Election 2024) માટેનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં સાંજે 6 વાગે સુધીમાં અંદાજિત સરેરાશ 65 ટકા મતદાન થયું છે. જેમાં સાંજે 5. 30 વાગે સુધીમાં 63 ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી લડી રહેલા મુખ્ય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ, INLD-BSP ગઠબંધન, JJP-આઝાદ સમાજ પાર્ટી ગઠબંધન અને આમ આદમી પાર્ટી છે. જેમાં મુખ્ય ઉમેદવારોમાં મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની, ભાજપના નેતાઓ અનિલ વિજ અને ઓપી ધનકર, કોંગ્રેસના નેતાઓ ભૂપિન્દર સિંહ હુડ્ડા અને વીનેશ ફોગાટ, આઈએનએલડીના અભય સિંહ ચૌટાલા અને જેજેપીના દુષ્યંત ચૌટાલાનો સમાવેશ થાય છે.

1,031 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ

કુલ 1,031 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા છે. જેમાં 101 મહિલા અને 464 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેની મતગણતરી 8 ઓકટોબરના રોજ હાથ ધરવામાં આવશે. ભાજપ સતત ત્રીજી વખત સત્તા આવવા માટે મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસ દસ વર્ષ પછી ફરી સત્તા મેળવવા કમર કસી છે.

આ પણ વાંચો : હરિયાણામાં વિધાનસભા માટે મતદાન યથાવત: રામ રહિમે ભાજપને મત આપવા કરી અપીલ

20,632 મતદાન મથકો પર મતદાન થયું

દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (JJP)જેવા પ્રાદેશિક પક્ષો જેમણે વર્ષ 2024 ની શરૂઆત સુધી ભાજપ સાથે ભાગીદારી કરી હતી જે એકલા હાથે ચૂંટણી લડી હતી. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાનમાં છે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો પર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું. જેમાં 20,632 મતદાન મથકો પર મતદાન થયું હતું.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article