INDvsNZ: બૂમરાહને આરામ, આ યુવા ફાસ્ટ બોલરને મળશે તક?

2 hours ago 1

મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં (IND vs NZ 3rd Test) રમાવાની છે. ભારતીય ટીમ આ સિરીઝ પહેલાથી હારી ચુકી છે, હવે આ ત્રીજી મેચમાં જીત મળેવી ટીમ શાખ બચાવવા કોશિશ કરશે. એવામાં ભારતીય ટીમમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

ત્રીજી ટેસ્ટમાં રાઈટ હેન્ડ ફાસ્ટ બોલર હર્ષિત રાણા (Harshit Rana)ને મોકો આપવામાં આવી શકે છે, જયારે જસપ્રીત બૂમરાહ(Jasprit Bumrah)ને આરામ આપવામાં આવી શકે છે.ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે અગાઉ પણ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો હતો, પરંતુ બાદમાં રણજી ટ્રોફી માટે તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. જો કે હવે તેને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, તેને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

ટીમ મેનેજમેન્ટ વાઇસ-કેપ્ટન જસપ્રિત બુમરાહને આરામ આપી શકે છે. બુમરાહ સતત ચાર ટેસ્ટ મેચમાં ટીમમાં બોલિંગ કરી રહ્યો છે, આગામી સમયમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાનો છે. વર્કલોડને ધ્યાનમાં રાખીને, ટીમ મેનેજમેન્ટ બૂમરાહને આરામ આપી હર્ષિત રાણાને તક આપી શકે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં હર્ષિત રાણા પસંદગી કરવામાં આવી છે, તેથી આ મેચમાં તેની બોલિંગની પરખ થઇ શકે છે.

IPL 2024 માં હર્ષિત રાણાએ કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) માટે 13 મેચમાં 19 વિકેટ લીધી હતી. આ ઉપરાંત, તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કર્યું અને તાજેતરમાં તેણે રણજી ટ્રોફીની મેચમાં પાંચ વિકેટ પણ મેળવી હતી. તે અગાઉ વનડે અને T20 સિરીઝમાં ટીમ સાથે રહ્યો, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી, પરંતુ હવે આ યુવા ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

ત્રીજી ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર તરીકે આકાશ દીપની જગ્યાએ મોહમ્મદ સિરાજ રમી શકે છે. આમ સિરાજ અને હર્ષિતની જોડી મુંબઈમાં બોલિંગ કરતી જોવા મળી શકે છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article