Israel Hezbollah War:ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહ ગુપ્તચર મુખ્યાલયને ઉડાવી દીધું, 250 થી વધુ લોકોના મોત

2 hours ago 1
 Israel blows up   Hezbollah quality   office  successful  Lebanon, sidesplitting  implicit    250 IMAGE SOURCE - CBS news

બેરુત : મધ્ય એશિયામાં ઇરાન અને ઇઝરાયેલ (Israel Hezbollah War) વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલે હવે લેબનોનમાં હિઝબુલ્લાહના ગુપ્તચર હેડ ક્વાર્ટરને પણ ઉડાવી દીધું છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાના આ હુમલામાં 250 લોકો માર્યા ગયા છે. આ હુમલાથી ઈરાન ચોંકી ઉઠ્યું છે. ઈરાનનું કહેવું છે કે તે હવે પીછેહઠ કરશે નહીં. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે શુક્રવારે બેરૂતમાં હિઝબુલ્લાહના ગુપ્તચર મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું.

હોસ્પિટલનો ઉપયોગ કમાન્ડ સેન્ટર તરીકે કરાતો હતો

આ સાથે આ આતંકવાદી જૂથના ટોચના કમાન્ડરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. એક હોસ્પિટલનો ઉપયોગ હિઝબુલ્લાહ આતંકવાદીઓ દ્વારા કમાન્ડ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો હતો. તે પણ હુમલામાં તોડી પાડવામાં આવી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ કહ્યું કે આ હુમલાઓથી તેહરાનને કોઈ વિપરીત અસર નહીં થાય. હવે તે કોઈ પણ ભોગે પીછેહઠ કરવાના નથી.

આ પણ વાંચો : ‘ભારત જ ઇઝરાયલને રોકી મધ્યપૂર્વમાં શાતિ સ્થાપી શકે છે’, ઈરાની રાજદૂતનું મોટું નિવેદન

હિઝબુલ્લાહના ટાર્ગેટ પર ઝડપી હુમલા કરી રહેલું ઈઝરાયેલે ગત મંગળવારે ઈરાનના મિસાઈલ હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. લેબનોનમાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીના જવાબમાં ઈરાને તેલ અવીવ પર આ હુમલો કર્યો હતો. આ પછી ઈરાનની ઓઈલ ફેસિલિટી પર હુમલાની આશંકાથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થયો છે. હાલમાં ઇઝરાયેલનું ધ્યાન લેબનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓ પર છે. ગાઝાની જેમ લેબેનોનમાં પણ ઈઝરાયેલની સેના ઓપરેશન કરી રહી છે.

નસરાલ્લાહની હત્યા બાદ ઇઝરાયેલી સેનાનું મનોબળ ઉંચુ

ઇઝરાયલી દળોએ ગયા અઠવાડિયે બેરૂત પર હવાઈ હુમલા દરમિયાન હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહને મારી નાખ્યો હતો. હવે બેરૂત પરનો બીજો હુમલો પણ એક વ્યાપક લશ્કરી કાર્યવાહીનો એક ભાગ છે. આના કારણે 1.2 મિલિયનથી વધુ લેબનીઝ લોકોને તેમના ઘર છોડીને ભાગવું પડ્યું છે. ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના નેતા સૈયદ હસન નસરાલ્લાહની હત્યા બાદ ઈઝરાયલે તેના સંભવિત ઉત્તરાધિકારીની પણ હત્યા કરી દીધી છે. જો કે, હાશિમ સફીદ્દીનની હત્યાના દાવા બાદ હજુ સુધી હિઝબુલ્લાહ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ઇઝરાયેલે બેરૂતના દક્ષિણી વિસ્તારો પર મોટો હુમલો કર્યો

આજે ઇઝરાયેલી સેનાએ બેરૂતના દક્ષિણી વિસ્તારો પર મોટો હુમલો કર્યો છે. મીડિયા અહેવાલ મુજબ શનિવારે વહેલી સવારે બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો અને ધુમાડો જોવા મળ્યો હતો. આ હુમલા પહેલા ઈઝરાયેલી સેનાએ સ્થાનિક રહેવાસીઓને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા માટે ત્રણ એલર્ટ જાહેર કર્યા હતા.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article