નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) વાલ્વમાં ખામીને કારણે NVS-02 ઉપગ્રહ માટે ઇચ્છિત ભ્રમણકક્ષા વધારવાની કામગીરી કરવામાં અસમર્થ રહ્યું છે. NVS શ્રેણીનો બીજો ઉપગ્રહ, NVS-02, ઇસરો દ્વારા 29 જાન્યુઆરીએ શ્રીહરિકોટાથી તેના સીમાચિહ્નરૂપ 100મા પ્રક્ષેપણના ભાગ રૂપે લોન્ચ કરવામાં આવ્યો હતો.
Also work : ISROએ શાનદાર સદી ફટકારી; GSLV-F15 લોન્ચ કરી રચ્યો ઈતિહાસ
ખામીને કારણે અટકી કામગીરી
સ્પેસ એજન્સીએ વિગતો આપતા જણાવ્યું હતું કે “થ્રસ્ટર્સને ફાયર કરવા માટે ઓક્સિડાઇઝરને પ્રવેશ આપવા માટેના વાલ્વ ખુલ્યા નથી, આથી ઉપગ્રહને નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવા માટેની ભ્રમણકક્ષા વધારવાની કામગીરી હાથ ધરી શકાઈ નથી.” ઉપગ્રહના લોન્ચિંગ બાદ ઇસરો તેની ભ્રમણકક્ષા વધારવાની કામગીરી હાથ ધરવાનું હતું, પરંતુ ખામીને કારણે તે સફળ થઈ શક્યું નથી. આ કામગીરી કર્ણાટકના હસન ખાતે માસ્ટર કંટ્રોલ ફેસિલિટી દ્વારા હાથ ધરવામાં આવનાર હતી.
ISRO એ આપ્યું નિવેદન
ISRO એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ઉપગ્રહ પ્રણાલીઓમાં કોઇ સમસ્યા નથી અને ઉપગ્રહ હાલ તે લંબગોળ ભ્રમણકક્ષામાં છે. લંબગોળ ભ્રમણકક્ષામાં સંચાલન માટે ઉપગ્રહનો ઉપયોગ કરવા માટેની વૈકલ્પિક મિશન વ્યૂહરચનાઓ પર કામ ચાલી રહ્યું છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે NVS-02 નેવિગેશન ઉપગ્રહને સફળતાપૂર્વક ઇચ્છિત જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં દાખલ કરવામાં આવ્યો હતો.
Also work : ISRO ની વધુ એક ઝળહળતી સિદ્ધી; SpaDeX મિશન સફળ રહ્યું, દુનિયાનો ચોથો દેશ બન્યો
NVS-02 નેવિગેશન ઉપગ્રહ 100મું પ્રક્ષેપણ
અત્રે ઉલ્લેખનીય છે કે ISROએ તાજેતરમાં NVS-02 નેવિગેશન ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ સાથે તેનું 100મું પ્રક્ષેપણ પૂર્ણ કર્યું હતું. જે ભારતના અવકાશ સંશોધનના સીમાચિહ્નો સતત વધી રહ્યા હોવાનું પુરાવા સમાન હતું. આ ઘટના ISRO ની સફરમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે, જે તેની તકનીકી પ્રગતિ અને તેની અવકાશ ક્ષમતાઓના વિસ્તરણનું પ્રદર્શન કરે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને