Let's cognize  a small  astir  the nett  worthy  and car   postulation  of rising prima  Tilak Verma representation by msn

રાજકોટ: ચેન્નઈમાં શનિવારે ઇંગ્લૅન્ડ સામે રમાયેલી પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની બીજી મૅચમાં આંધ્ર પ્રદેશનો ટૅલન્ટેડ લેફ્ટ-હેન્ડ બૅટર તિલક વર્મા (72 અણનમ, પંચાવન બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો અને ત્યારથી તે ‘ટૉક ઑફ ધ ટાઉન’ છે એટલે આજે આપણે તેની થોડી અંગત વાતો જાણીએ.

બાવીસ વર્ષનો તિલક વર્મા મધ્યમ વર્ગના પરિવારમાંથી આવ્યો છે. તેના પિતા નાગાર્જુન વર્મા ઇલેક્ટ્રિશિયન છે. તેની મમ્મી ગાયત્રી દેવી ગૃહિણી છે. તિલકને નાનપણથી ક્રિકેટ રમવાનો શોખ હતો અને ત્યારથી હૈદરાબાદની સ્કૂલ મૅચોમાં ખૂબ રમીને ઉપલા સ્તર સુધી આવ્યો હતો. હૈદરાબાદની જ કૉલેજમાં તે ભણ્યો છે અને હાલમાં આંધ્ર યુનિવર્સિટીમાં બૅચલર ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન કોર્સના બીજા વર્ષમાં છે.

તિલકને ક્રિકેટમાં કરીઅર બનાવવા માટે મોટાભાઈ તરુણ વર્માનો બહુ સારો સાથ મળ્યો છે. તિલક થોડા વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં અને આઈપીએલમાં નામ કર્યા પછી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લોકપ્રિય થઈ રહ્યો છે.

તિલક વર્માની નેટવર્થ (સંપત્તિ) અંદાજે પાંચ કરોડ રૂપિયાની છે અને દર મહિને તે આશરે 20 થી 25 લાખ રૂપિયા કમાય છે.
વર્મા પાસે મહેન્દ્રસિંહ ધોની જેવું તો કાર કલેક્શન ન જ હોય, પણ તેના ગૅરેજમાં થોડી મોંઘી અને આકર્ષક કાર તો છે જ.
તિલક પાસે હાલમાં મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ અને બીએમડબલ્યૂ 7-સિરીઝ કાર છે.

આ પણ વાંચો…તિલક વર્માએ મીડિયામાં વિરાટનો માનભંગ કર્યો?

તિલકની કારકિર્દી સોળે કળાએ ખીલી રહી છે એ જોતા કહી શકાય કે તેના ગૅરેજમાં વધુ કેટલીક મોંઘી કાર થોડા સમયમાં આવશે. હાલમાં તો તિલક પાસે કોઈ હાઈ પ્રોફાઈલ બ્રેન્ડ નથી. તેની મોટાભાગની આવક આઈપીએલના કોન્ટ્રેક્ટમાંથી અને આંતરરાષ્ટ્રીય મૅચો રમીને આવે છે. જોકે તે શનિવારની જેમ વધુને વધુ મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમતો જશે એમ તેની આવકમાં જંગી વધારો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને