jiohotstar logo and homepage screenshot Reliance-Disney Merger Complete: JioHotstar Platform Launched | Edit: Mumbai Samachar | Cartoon: © Joe Cummings

મુકેશ અંબાણીને jiohotstar.com ડોમેન મળશે કે નહીં એને લઈને છેલ્લાં કેટલાય સમયથી સસ્પેન્સ જોવા મળી રહ્યું હતું, પરંતુ આખરે હવે આ સસ્પેન્સ પરથી પડદો ઉંચકાયો છે. દુબઈના ભાઈ-બહેન જૈનમ અને જીવિકાએ jiodisneyplushotstar.com ડોમેનના સ્વામીત્વ એટલે માલિકાના હક ફ્રીમાં રિલાયન્સને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : Google Maps પર મળશે વાયુ પ્રદુષણના સ્તરની જાણકારી; આ રીતે કરી શકો છો ઉપયોગ

અહીંયા તમારી જાણ માટે કે ભાઈ-બહેનની જોડીએ આ ડોમેન દિલ્હીના એક ડેવલપર પાસેથી ખરીદ્યું હતું, જેણે શરૂઆતમાં જ એને રજિસ્ટર કર્યું હતું. ઓફિશિયલ કોન્ટ્રેક્ટ સાઈન થયા બાદ રિલાયન્સને આ ડોમેન મળી જશે.

જૈનમ અને જિવીકાએ હાલમાં જ આ બાબતે મહત્ત્વનું અપડેટ શેર કર્યું છે અને આ અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ આઈપી લીગલ ટીમે અમારો સંપર્ક કર્યો હતો અને અમે બંનેએ સાથે મળીને જ આ ડોમેનનો માલિકી હક રિલાયન્સને સોંપવાનું નક્કી કર્યું છે. અમને આશા છે કે એમના માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે એકમ વેબસાઈટ પર એક મેસેજમાં કહ્યું કે રિલાયન્સની આઈપી લીગલ ટીમે અમારો સંપર્ક કર્યો છે અને અમે લોકોએ તેમને આ ડોમેન ફ્રીમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું છે. કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે આ ડોમેન આપવામાં બદલામાં કોઈ ડીલ સામેલ છે, પરંતુ હકીકતમાં એવું કશું નથી.

jiohotstar.com ડોમેનના માલિક દુબઈમાં રહેતાં જૈનમ અને જિવીકાએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓનું ખંડન કરતાં એક પણ પૈસો લીધા વિના આ ડોમેન રિલાયન્સને આપવાનું નક્કી કર્યું છે. ઈન્ટરનેટ ડોમેનને લઈને અત્યાર સુધી જે પણ અફવાઓ ચાલી રહી હતી આખરે એના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

દિલ્હી બેસ્ડ એક ડેવલપરે યુનિક વેબસાઈટ આઈડીને ગયા વર્ષે રિલાયન્સ અને ડિઝની હોટસ્ટારના સંભવિત મર્જરની અટકળો વચ્ચે રજિસ્ટર કરી લીધું હતું. હવે રિલાયન્સ જિયો અને ધ વોલ્ટ ડિઝનીએ ઓફિશિયલ મીડિયા બિઝનેસના મર્જરની જાહેરાત ગયા મહિને કરી હતી. આ જાહેરાતના થોડાક દિવસો બાદ જ ડેવલપર કે જેણે jiohotstar.comનું ડોમેન ખરીદી લીધું હતું અને આ ડોમેનના માલિકી હક આપવાના બદલામાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાની હાયર સ્ટડીઝ માટે પૈસા માંગ્યા હતા.

આ પણ વાંચો : ભૂલથી પણ ગૂગલ પર આ 6 શબ્દો સર્ચ ના કરતા, નહીં તો બેંક ડીટેઇલ થઇ શકે છે લીક

આ ઘટનાના થોડા સમય બાગ દુબઈના એક ભાઈ-બહેન જૈનમ અને જિવીકાએ રજિસ્ટર્ડ માલિક પાસેથી jiohotstar.com ડોમેન ખરીદ્યું હતું. ઈન્ડસ્ટ્રીના જાણકારોના જણાવ્યા અનુસાર રિલાયન્સે દિલ્હીના ડેવલપરની માગણી પૂરી કરવાનો ઈનકાર કરતાં આ ડેવલપરે ડોમેનને દુબઈ સ્થિત આ ભાઈ-બહેનોને વેચી દીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને