Congress deed  connected  Julana seat; BJP up  leaving down  Vinesh Phogat

નવી દિલ્હી: આખા દેશમા હરિયાણા અને વિધાનસભાની ચૂંટણીને લઈને મતગણના ચાલી રહી છે. હરિયાણામાં 90 બેઠકો પર થઈ રહેલી મતગણતરીમાં સવારે ભાજપ પાછળ હતું, ત્યારે હવે ભાજપ ઘણું આગળ ચાલી રહ્યું છે.જ્યારે જે બેઠક પર સૌનું ધ્યાન છે તે જુલાના બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વીનેશ ફોગટ (Vinesh Phogat) પાછળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ અહીંથી યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બધાની નજર રાજ્યની સૌથી હોટ સીટ જુલાના પર છે, જ્યાંથી કોંગ્રેસે ઓલિમ્પિયન વિનેશ ફોગટને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર લગભગ 75% મતદાન થયું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)એ અહીંથી યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે. ગત વખતે અમરજીતે ભાજપના ઉમેદવારને હરાવીને આ બેઠક જીતી હતી. આ વર્ષે આ બેઠક પર બમ્પર મતદાન થયું છે.

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર જુલાના સીટ પર અત્યાર સુધીમાં ત્રણ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના યોગેશ કુમારને અત્યાર સુધીમાં 14329 વોટ મળ્યા છે. વિનેશ ફોગાટ 12290 મતો સાથે બીજા સ્થાને છે. બંને વચ્ચે 2039 મતનો તફાવત છે.

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર ભાજપના યોગેશ કુમારને અત્યાર સુધીમાં 9404 મત મળ્યા છે. વિનેશ ફોગાટ 2128 મતથી પાછળ છે. તેમને અત્યાર સુધીમાં 7276 મત મળ્યા છે. જુલાના બેઠક પરથી કોંગ્રેસના વિનેશ ફોગાટ લગભગ 2100 મતોથી પાછળ છે. ભાજપના યોગેશ કુમારે આગળ ચાલી રહ્યા છે.

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, શરૂઆતના ટ્રેન્ડમાં વિનેશ ફોગાટ જુલાના સીટ પર માત્ર 214 વોટથી આગળ છે. તેમને અત્યાર સુધીમાં 4114 વોટ મળ્યા છે. જ્યારે બીજેપીના યોગેશ કુમાર 3900 વોટ સાથે બીજા નંબર પર છે. કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ મતગણતરીના પ્રારંભિક વલણોમાં આગળ ચાલી રહ્યા હતા.