CBI files chargesheet, Sanjay Roy main   accused successful  rape and murder Screen Grab: Business Today

કોલકાતા : પશ્ચિમ બંગાળની રાજધાની ​​કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના જુનિયર મહિલા ડૉક્ટર રેપ અને મર્ડર કેસમાં(Kolkata Rape Case)સીબીઆઇએ આજે ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં સંજય રોયને રેપ અને મર્ડરનો મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર્જશીટમાં લગભગ 200 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.

રેપ અને મર્ડર કેસના ન્યાયની માંગ સાથે જુનિયર ડોક્ટરો ગત શનિવારે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર તેમની માંગણીઓ પૂરી કરી રહી નથી. જેના પછી તેમણે હવે આમરણાંત ઉપવાસનો માર્ગ અપનાવવો પડ્યો છે.

માંગણીઓ પુરી ન થતા તબીબો હડતાળ પર બેઠા હતા

જુનિયર ડોક્ટર ગયા શુક્રવારે ધર્મતલા સ્થિત ડોરિના ક્રોસિંગ પર ઘરણાં પર બેઠા હતા. તેમણે પશ્ચિમ બંગાળ સરકારને વચન મુજબ તેમની માંગણીઓ પૂરી કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. આ અંગે એક જુનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આપેલી સમય મર્યાદામાં તેમની માંગણીઓ પૂરી કરી નથી. તેથી અમે અમારી માંગણીઓને પૂર્ણ કરવા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ઉપવાસ શરૂ કરી રહ્યા છીએ.અમે સ્ટેજ પર સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે જ્યાં તેમના ડૉક્ટર સાથીદારો ઉપવાસ કરશે.

આ પણ વાંચો :Kolkata Case: સુરક્ષાની માગ સાથે ફરી એક વાર ડૉક્ટરો હડતાળ પર

પશ્ચિમ બંગાળ સરકાર પર આરોપો

આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મમતા બેનર્જી સરકાર આમાં ખરાબ રીતે ફસાયેલી જોવા મળી રહી છે. આ અંગે ભાજપ મમતા બેનર્જી પર પ્રહારો કરી રહી છે. આ કેસને કારણે પશ્ચિમ બંગાળ સરકાર પણ કેસને હળવો કરવા અને પુરાવા છુપાવવા જેવા અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. સ્થિતિ એવી હતી કે આ બાબતે અનેક તબીબોએ ફરજ પર જવાનું બંધ કરી દીધું હતું. પરંતુ ઘણા પ્રયત્નો બાદ અને સંજોગોને જોતા હવે તબીબો ફરજ પર જવા લાગ્યા છે.