Maya, not the younker  volition  instrumentality     implicit    the Tata Group, Tata's successor to the caller   sanction  debate Screen Grab: Prabhat Khabar

જે બિઝનેસ ગ્રુપ માટે આખા દેશને અભિમાન થાય તે રતન ટાટાના અબજોનું ટર્ન ઓવર ધરાવતા ટાટા ગ્રુપનો ઉત્તરાધિકારી કોણ તે અંગે વારંવાર ચર્ચાઓ ચાલે છે. અગાઉ માયા ટાટાનું નામ બહાર આવ્યું હતું, પરંતુ હવે વિશ્વસનીય બિઝનેસ મીડિયાનું માનીએ તો ટાટા ગ્રુપની જવાબદારી એક 32 વર્ષના યુવાનના ખભે નાખવામાં આવે તેવી સંભાવનાઓ છે.

આ નામ પણ એક બિઝનેસ ફેમિલીમાંથી આવતા યુવાનનું જ છે. વધારે સસ્પેન્સ ન રાખતા તમને જણાવી દઈએ કે આ નામ છે નેવિલ ટાટા. રતન ટાટાના હાફ બ્રધર નોએલ ટાટાનો દીકરો છે નેવીલ ટાટા.

નેવિલ ટાટા ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને અક્સમાતમાં નાની વયે અવસાન પામેલા સાયરસ મિસ્ત્રીની બહેન અલુ મિસ્ત્રી અને નોએલ ટાટાનું સંતાન છે.

હાલમાં નેવિલ ફેમિલી બિઝનેસમાં ભારે રસ લઈ રહ્યો છે અને ટાટા ગ્રુપના રિટેલ સ્ટોર સ્ટાર બઝારનો હેડ છે, જે રિલાયન્સ રિટેલને ટક્કર આપે છે ને આખા દેશમાં તેની બ્રાન્ચ છે.

અગાઉ નેવિલની બહેન માયા ટાટા રતન ટાટા ગ્રુપના ઉત્તરાધિકારી તરીકે જવાબદારી સંભાળશે તેવા અહેવાલો વાયરલ થયા હતા, પરંતુ હવે નેવિલ ટાટા આ જવાબદારી સંભાળશે, તેમ કહેવાય છે. નેવિલની બે બહેનો છે માયા અને લેહ ટાટા. નેવિલ હંમેશાં લાઈમલાઈટથી દૂર રહ્યો છે.

2019માં તેણે માનસી કિરલોસકર સાથે ખૂબ જ સાદાઈથી, નજીકના સંબંધી અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા અને તેને એક જમસેત નામનો દીકરો છે. નેવિલના લગ્નમાં રતન ટાટા હાજર રહ્યા હતા.

ટાટા ગ્રુપ તેમના બિઝનેસ સાથે તેમના સમાજસેવાના કાર્યો માટે પણ જાણીતું છે. ટાટા ગ્રુપનું પોતાની કામ કરવાની પોતાની એક શૈલી છે અને તેમના ફિલોન્થ્રોફીકલ એટીટ્યૂડને લીધે લોકો તેમને ખૂબ જ માન આપે છે. રતન ટાટાને યુવાનો પણ સોશિયલ મીડિયા પર ફોલો કરે છે અને તેમના જીવનમાંથી પ્રેરણા લે છે.

ખેર આટલા પ્રતિષ્ઠિત ટાટા ગ્રુપની કમાન કોને મળશે તે તો જ્યારે કંપની સત્તાવાર જાહેરાત કરશે ત્યારે જ ખબર પડશે, પરંતુ આપણે આશા રાખીએ કે ટાટા ગ્રુપ આ રીતે જ દુનિયાભરમાં ભારત દેશનો ઔદ્યોગિક ક્ષેત્રમાં ડંકો વગાડતું રહે.