Lothal માં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી, વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ બનાવાશે…

2 hours ago 1

નવી દિલ્હી : ગુજરાતના મહત્વકાંક્ષી અને લોથલ(Lothal)ખાતેના નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ(NMHC) પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. જેમાં મંત્રીમંડળે પીપીપી ધોરણે ભંડોળ ઊભું કરીને માસ્ટર પ્લાન અનુસાર પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી હતી અને ભંડોળ ઊભું કર્યા પછી તેના અમલીકરણને મંજૂરી આપી હતી.

વિકાસ માટે એક અલગ સોસાયટીની સ્થાપના કરવામાં આવશે

ફેઝ 1બી હેઠળ લાઇટ હાઉસ મ્યુઝિયમના નિર્માણ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ લાઇટહાઉસીસ એન્ડ લાઇટશિપ્સ (ડીજીએલએલ) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. ભવિષ્યના તબક્કાઓના વિકાસ માટે એક અલગ સોસાયટીની સ્થાપના કરવામાં આવશે. જેનું સંચાલન બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રીની અધ્યક્ષતામાં ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે, જેનું સંચાલન સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ ગુજરાતના લોથલમાં એનએમએસએચસીના અમલીકરણ, વિકાસ, વ્યવસ્થાપન અને સંચાલનનો છે.

પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 60 ટકાથી વધુ શારીરિક પ્રગતિ સાથે અમલીકરણ હેઠળ છે અને 2025 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઇપીસી મોડમાં વિકસાવવામાં આવશે તથા પ્રોજેક્ટનો બીજો તબક્કો જમીન સબલીઝિંગ/પીપીપી મારફતે વિકસાવવામાં આવશે, જેનો ઉદ્દેશ એનએમએમએચસીને વૈશ્વિક કક્ષાનાં હેરિટેજ મ્યુઝિયમ તરીકે સ્થાપિત કરવાનો છે.

22,000 રોજગારીનું સર્જન થવાની અપેક્ષા

એનએમએચસી પ્રોજેક્ટના વિકાસમાં આશરે 22,000 રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે, જેમાં 15,000 પ્રત્યક્ષ રોજગારી અને 7,000 પરોક્ષ રોજગારી મળશે. એનએમએચસીના અમલીકરણથી વૃદ્ધિને વેગ મળશે અને સ્થાનિક સમુદાયો, પ્રવાસીઓ અને મુલાકાતીઓ, સંશોધકો અને વિદ્વાનો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, પર્યાવરણ અને સંરક્ષણ જૂથો, વ્યવસાયોને ઘણી મદદ મળશે.

4,500 વર્ષ જૂના દરિયાઇ વારસાને પ્રદર્શિત કરાશે

ભારતના 4,500 વર્ષ જૂના દરિયાઇ વારસાને પ્રદર્શિત કરવાના પ્રધાનમંત્રીના વિઝન અનુસાર પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવે (એમઓપીએસડબલ્યુ) એ લોથલમાં વૈશ્વિક કક્ષાનું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએમએચસી) સ્થાપિત કર્યું છે. એનએમએએચસીનો માસ્ટરપ્લાન જાણીતી આર્કિટેક્ચર ફર્મ મેસર્સ આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને ફેઝ 1એનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડને સોંપવામાં આવ્યું છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article