Mahatma Gandhijiએ પહેલી ફિલ્મ કઈ જોઈ હતી, કેવું હતું રિએક્શન?

2 hours ago 1
What was the archetypal  movie   Mahatma Gandhiji saw, what was the reaction Screen Grab: India TV News

બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. આ જ દિવસે ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું અને રાષ્ટ્રપિતાનું બિરુદ હાંસિલ કર્યું. ગાંધી જયંતિ પર ગાંધીજીના ગુણો, ખાસિયત અને ત્યાગ-બલિદાન વિશે તો બધા વાત કરશે. આપણે જરા હટકે મુદ્દા પર વાત કરીએ. તમને ખબર છે ગાંધીજીએ પહેલી ફિલ્મ કઈ જોઈ હતી? પહેલી ફિલ્મ જોયા બાદ તેમનું રિએક્શન કેવું રહ્યું હતું? ચાલો આજે તમને જણાવીએ…
વાત જાણે એમ છે કે મહાત્મા ગાંધીજીની ફિલ્મોથી ખાસ કોઈ લગાવ નહોતો પણ તેમ છતાં તેઓ એક વખત થિયેટનમાં એક ફિલ્મ જોવા પહોંચ્યા હતા. ખાસ વાત તો એ હતી કે આ ફિલ્મ તેમના આદર્શો પર આધારિત હતી, પરંતુ તેમ છતાં બાપુને ફિલ્મ ખાસ કંઈ પસંદ નહીં આવી.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ગાંધીજીએ તેમના જીવનમાં એક જ ફિલ્મ જોઈ હતી અને એનું નામ હતું રામરાજ્ય. આ ફિલ્મ બાપુના આદર્શો પર જ આધારિત હતી કારણ કે આ આદર્શો રામરાજ્ય લાવવા માટે મહત્ત્વના છે. 1943માં આવેલી આ ફિલ્મમાં બાપુના આદર્શો પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નિર્દેશક વિજય ભટ્ટની આ વાતથી જ પ્રભાવિત થઈને બાપુએ ફિલ્મ જોવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો : ખેલૈયાઓ માટે રાહતના સમાચાર! ગુજરાતમાં ત્રણ દિવસ આવું વાતાવરણ રહેશે

ઘણા લોકોને એવી આશા હતી કે ફિલ્મ બાદ કદાચ બાપુનો ફિલ્મ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. પણ એવું થયું નહીં. બાપુ અડધી ફિલ્મ જોઈને થિયેટરથી બહાર આવી ગયા. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ પહેલી અને છેલ્લી વખત હતું કે જ્યારે બાપુએ કોઈ ફિલ્મ જોઈ હોય.

રસપ્રદ વાત તો એ છે કે જે મહાત્મા ગાંધીને ફિલ્મો પસંદ નથી એમના પર જ અનેક ફિલ્મો બની છે. આ ફિલ્મોએ કળાત્મક નજરિયાએ નામ અને દામ બંને કમાવ્યા હતા. બાપુનો ફિલ્મોના પ્રભાવને લઈને અલગ જ દ્રષ્ટિકોણ હતો અને આ જ કારણ છે કદાચ તેમણે ફિલ્મોથી દૂરી બનાવી રાખી હતી.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article