નવી દિલ્હી : મણિપુરમાં ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર હિંસા(Manipur Violence)ફાટી નીકળી છે. જે બાદ પ્રદર્શનકારીઓએ શનિવારે મુખ્યમંત્રી આવાસ ઉપરાંત છ ધારાસભ્યોના નિવાસસ્થાનો પર હુમલો કર્યો હતો. જેના પગલે સરકારે હાલ પાંચ જિલ્લામાં અનિશ્ચિત મુદત માટે પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. જ્યારે ઇમ્ફાલમાં કર્ફ્યૂ લાદી દીધો છે. તેમજ અનેક સ્થળોએ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી છે.
Also read: DRDOએ મેળવી વધુ એક સિદ્ધિ; આ આધુનિક મિસાઈલનું સફળ પરીક્ષણ
મણિપુરના ના એક ના સેફ હે : ખડગે
ત્યારે મણિપુર ફરી ભડકેલી હિંસા વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતાં જણાવ્યું છે કે ” મણિપુરના ના એક ના સેફ હે “
મણિપુરમાં ભારેલા અગ્નિની જેવી સ્થિતિ
પીએમ મોદી પર કટાક્ષ કરતા, તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “તમારી ડબલ એન્જિન સરકાર હેઠળ, ” મણિપુરના એક ના સેફ હે ” . તેમણે કહ્યું કે મે 2023 થી મણિપુરમાં ભારેલા અગ્નિની જેવી સ્થિતિ છે. ત્યાં નાગરિકોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. અમે જવાબદારીપૂર્વક કહી રહ્યા છે કે ભાજપ તેમની ઘૃણાસ્પદ વિભાજનકારી રાજનીતિને કારણે જાણી જોઈને મણિપુરને સળગતું રાખવા માંગે છે.
Also read: હરિયાણામાં વિદ્યાર્થીઓએ શિક્ષિકાની ખુરશી નીચે બોમ્બ બ્લાસ્ટ કર્યો; યુટ્યુબ પરથી બોમ્બ બનાવતા શીખ્યા
17 લોકોએ જીવ ગુમાવ્યા
તેમણે વધુમાં કહ્યું કે 7 નવેમ્બરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોની યાદીમાં નવા જિલ્લાઓ ઉમેરવામાં આવી રહ્યા છે અને આ હિંસાની આગ સરહદે આવેલા ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ફેલાઈ રહી છે. મણિપુરમાં તમે સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છો. ભવિષ્યમાં તમે મણિપુર જશો તો પણ રાજ્યની જનતા ક્યારેય માફ નહીં કરે. અહીંના લોકો ક્યારેય ભૂલશે નહીં કે તમે તેમને તેમના હાલ પર છોડી દીધા હતા. તેમજ તેમની સમસ્યાઓને દૂર કરવા અને ઉકેલ લાવવા રાજ્યની મુલાકાત નથી લીધી.