Political situation  aft  unit   successful  Manipur, lone  BJP MLAs absent from Chief Minister's meeting Image Source : India Today NE

ગુવાહાટી: મણિપુરમાં સતત વધી રહેલી હિંસાની(Manipur Violence)ઘટનાઓ વચ્ચે રાજકીય સંકટ ઉભુ થયું છે. જેમા મણિપુરની ભાજપ સરકાર મુશ્કેલીમાં મુકાય શકે તેમ છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રાજ્યમાં સ્થિતિની સમીક્ષા માટે બોલાવેલી બેઠકમાં ભાજપના મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જેમાં મુખ્યત્વે મેઇતેઈ સમુદાયના કેબિનેટ મંત્રીઓ ગેરહાજર રહ્યા હતા.

સીએમ બિરેન સિંહ પર વિશ્વાસ નથી : NPP
આ સમગ્ર ઘટનાક્રમ મુજબ રાજ્યમાં એનડીએના મુખ્ય સહયોગી NPPએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો. ત્યારે
રવિવારે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ભાજપ અને એનડીએમાં તેના સહયોગી પક્ષોના તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને બેઠક માટેનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જ્યારે એનપીપીના પ્રમુખ અને મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ કહ્યું હતું કે તેમની પાર્ટીને હવે સીએમ બિરેન સિંહ પર વિશ્વાસ નથી અને જો નેતૃત્વમાં ફેરફાર થશે તો તે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે.

આ પણ વાંચો…..ડૉલર સામે રૂપિયો એક પૈસો નરમઃ જાણો શું છે કિંમત

ભાજપના 19 ધારાસભ્યો ગેરહાજર
NDA સાથી પક્ષોમાં પણ વિભાજન સ્પષ્ટ હતું. સોમવારે એનડીએના કુલ 53 ધારાસભ્યોમાંથી સીએમ સહિત માત્ર 27 ધારાસભ્ય બેઠકમાં હાજર રહ્યા હતા. તેમાંથી 18 ભાજપના, ચાર NPP અને NPF અને એક અપક્ષ ધારાસભ્ય હતા. આ બેઠકમાં ભાજપના 19 સભ્યોએ ભાગ લીધો ન હતો. આમાં સાત કુકી ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. જેઓ ગયા વર્ષે 3 મેથી બેઠકથી દૂર રહ્યા છે. ગેરહાજર રહેલા અન્ય 12 ભાજપના સભ્યોમાં અગ્રણી ભાજપ નેતા અને ગ્રામીણ વિકાસ મંત્રી યુમનમ ખેમચંદ સિંહનો પણ સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને