ભારતમાં રહેતાં દરેક નાગરિક પાસે આધાર કાર્ડ (Aadhar Card) અને પેન કાર્ડ (PAN Card) જેવા દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. હવે આ પેન કાર્ડને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ હવે પેન કાર્ડને આઈન્ડેન્ટિટી વેરિફિકેશન (Identity verification) તરીકે પણ ઉપયોગમાં લઈ શકાશે. ચાલો જાણીએ આ ફેરફારને કારણે યુઝર્સને કેટલો અને કેવો ફાયદો થશે.
બુધવારે આ બાબતે જારી કરવામાં આવેલા આદેશ અનુસાર ઈન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં પેન કાર્ડને અન્ય અધિકારિક રીતે માન્ય દસ્તાવેજોમાં પેન કાર્ડને પણ સામેલ કરવામાં આવ્યો છે. જેથી યુઝર્સની આઈડેન્ટિટી વેરિફાઈ કરી શકાય. નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો પેન કાર્ડને આઈડેન્ટિટી વેરિફિકેશન કરવાને કારણે ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સરળતાથી પૂરા થઈ શકે છે અને એને કારણે સારો એવો ફાયદો થશે.
પેન 2.0 એમ આધાર કે ઈ-આધાર સિસ્ટમ જેવો જ હશે. હવે તમને એવો સવાલ થશે કે શું પેન 2.0માં કેવાયસી, આઈડેન્ટિટી વેરિફિકેશન યા એડ્રેસ પ્રૂફ માટેના ડાયનેમિક ક્યૂઆર કોડ હશે? તો તમારી જાણ માટે પેન કાર્ડ ટેક્સ પેયર્સ અને ભૌતિક ઓળખાણ પત્ર એમ બંને તરીકે કામ કરે છે. નવા પેન 2.0 પ્રોજેક્ટ હેઠળ સિસ્ટમ ડિજિટલ તરીકે પરિવર્તિત થઈ રહી છે.
સરકારે વર્તમાન પેન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વ્યાપક અપગ્રેડ માટે 1,435 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સરકારે એવું પણ જણાવ્યું છે કે પેન 2.0 એક હાયર વર્ઝન હશે જે યુઝર્સની સુવિધાઓમાં વૃદ્ધિ થશે. વર્તમાન 1.0 ઈલેક્ટ્રોનિક વર્ઝનમાં મર્યાદિત કેવાયસી કરવાની સુવિધા જ છે અને તે કોઈ પણ સ્વરૂપે એડ્રેસ પ્રૂફ તરીકે કામ નથી કરતો.
આ પણ વાંચો…આર્થિક સર્વેમાં GDP મુદ્દે સરકારે કર્યાં મોટા દાવો, જાણો આર્થિક વિકાસની મહત્ત્વની વાતો
નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો પેન 2.0ની ફાસ્ટેસ્ટ ક્યુઆર કોડની સુવિધાઓ વિશે વધારાની સ્પષ્ટીકરણની આવશ્યક્તા છે. જોકે, વર્તમાન પેન કાર્ડ કેવાયસીની જરૂરિયાતને પૂરી નથી કરતો. પરંતુ એનો આધાર સાથે લિંક થવું કેવાયસી વેરિફિકેશન સક્ષમ બનાવે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને