Sabarkantha Road Accident: ગુજરાતના સાબરકાંઠામાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે જ મોત

2 hours ago 1
"sabarkantha accident, car   rams trailer truck, 7 killed" Accident successful Sabarkantha: 7 Lives Lost arsenic Car Rams Trailer Truck successful Gujarat |. ANI

અમદાવાદ : ગુજરાતના(Gujarat)સાબરકાંઠામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ અકસ્માત હિંમતનગરમાં સહકારી જીન પાસે સર્જાયો હતો. જેમાં કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે હજુ એકની હાલત ગંભીર છે. કારમાં સવાર મુસાફરો શામળાજીથી અમદાવાદ આવી રહ્યા હતા.


| Also Read: સત્યને હિંમતભેર દર્શાવતી ફિલ્મ Accident oregon Conspiracy: Godhra , વાંચો રિવ્યુ


Sabarkantha mishap | હિંમતનગરમાં ગોઝારો અકસ્માત, કાર ટ્રેલરની પાછળ અથડાતા 7 લોકોના મોત

મુંબઈ સમાચાર

તમામ મૃતકો અમદાવાદના રહેવાસી

જેમાં મળતી માહિતી મુજબ રોડ પરથી પસાર થઈ રહેલા ટ્રેલરની પાછળ પુરઝડપે આવી રહેલી કાર અથડાઇ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા. જેના પગલે ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે કાર કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.આ ઘટનાની જાણ થતા જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ હાલ મૃતકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ તમામ મૃતકો અમદાવાદના રહેવાસી છે. તેમજ પોલીસે આ અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article