Saif Ali Khan discharged from hospital

મુંબઈઃ સૈફ અલી ખાન (Saif Ali Khan) પર 16મી જાન્યુઆરીના તેના ઘરે ઘૂસેલા અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને આજે છ દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પરંતુ સામે આવી રહેલી માહિતી અનુસાર હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ અભિનેતા પોતાના ઘરે નહીં જાય તો આવી સ્થિતિમાં સવાલ એ છે કે તો પછી સૈફ અલી ખાન ક્યાં જશે? ચાલો જાણીએ-

મળતી માહિતી અનુસાર સૈફ અલી ખાને હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળતા પત્ની કરિના કપૂર-ખાન (Kareena Kapoor-Khan) અને દીકરી સારા અલી ખાન (Sara Ali Khan) તેને લેવા પહોંચ્યા હતા. સૈફ છ દિવસ બાદ પોતાના ઘરે પાછો ફરી રહ્યો છે અને ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે અને કામ કરવાની મનાઈ કરી છે. સૈફ અલી ખાનને ડિસ્ચાર્જ મળતાં જ ફેન્સે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: આરોપીને લઇને સૈફના ઘરે પહોંચી પોલીસ, સીન રીક્રિએટ કર્યો

હવે તમને પણ એ જાણવાની તાલાવેલી થઈ ગઈ ને કે આખરે સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા મળતાં જ ઘરે જવાને બદલે સૈફ ક્યાં જશે તો તમારી જાણ માટે કે સૈફ અલી ખાન પોતાના ઘરે સતગુર શરણ નહીં જઈને ફોર્ચ્યુન હાઈટ્સ જઈ શકે છે. અહીંયા તમારી જાણ માટે કે સતગુરુ શરણ બિલ્ડિંગમાં સૈફનું એપાર્ટમેન્ટ છે જ્યાં સૈફ પર હુમલો થયો હતો.
ઘટના બાદ સૈફ અલી ખાનના ઘરની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે અને તેમના ઘરમાં એક્સ્ટ્રા સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. હાલમાં ઘરમાં આ માટેની વાઈરિંગનું કામ ચાલી રહ્યું છે ડક્ટ બંધ કરવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર સૈફ અલી ખાનનુી સર્જરી સક્સેસફૂલ રહી છે અને સૈફ અલી ખાન હાલમાં હલન-ચલન કરી રહ્યા છે, પરંતુ તેને પૂર્ણપણે રિકવર થવામાં એક મહિનાનો સમય લાગી શકે છે. સૈફના શરીરમાં રહી ગયેલાં ચાકુના ટૂકડાને કાઢવા માટે તેના પર સર્જરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ એ જગ્યા પર કોસ્મેટિક સર્જરી પણ કરવામાં આવી છે, જેને સાજી થવામાં એક મહિનાનો સમય લાગશે. ત્યાં સુધી સૈફને વજન ઉઠાવવાની, જિમમાં જવાની કે શૂટિંગ કરવાની ડોક્ટરોએ મનાઈ ફરમાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને