મુંબઇઃ દીવાળી આવીને ગઇ અને હવે થોડા સમય બાદ 2024ની સાલ પણ પૂરી થશે અને 2025 આવશે. લોકો હવે આતુરતાપૂર્વક નવા વર્ષની રાહ જોઇ રહ્યા છે. નવું વર્ષ, નવા વિચારો, નવી તકો, નવી યોજનાઓ… જોકે, નવા વર્ષમાં ઘણા વિદ્યાર્થીઓ એસએસસી બોર્ડની પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યા હશે. એસએસસી બોર્ડની પરીક્ષાની તારીખ પણ જાહેર થઇ ગઇ છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં અજબની મુંઝવણ છે. આ મુંઝવણ પાસ થવાના લઘુત્તમ માર્ક્સ અંગે છે.
Also read: જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને નોટિસ ફટકારી, 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન 2025ના ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓનું આયોજન કર્યું છે. શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે ધોરણ 10 માટે પાસિંગ માર્ક્સની મર્યાદા અગાઉ જેટલી જ હશે એટલે કે પાસીંગ માર્ક્સની મર્યાદા 35 જ રહેશે.
ધોરણ 10ની ગણિત અને વિજ્ઞાનના વિષયની પરીક્ષામાં પાસ થવા માટે 35 માર્ક આવવા જરૂરી છે, પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને શાળા સ્તરે લાગુ કરવા માટે રાજ્યના અભ્યાસક્રમમાં કેટલાક ફેરફાર સૂચવવામાં આવ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીને 35થી ઓછા અને 20થી વધુ માર્ક આવ્યા હોય તો તે વિદ્યાર્થી કૉલેજમાં પ્રવેશ માટે લાયક ગણાશે. જોકે, આ દરખાસ્ત હતી. આ ફેરફાર હજી પ્રસ્તાવિત છે અને તેને લાગુ કરવા માટે સરકારની મંજૂરી આવશ્યક છે, તેથી હાલમાં તો પાસિંગ માર્ક 35 જ રહેશે, એવી શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી છે.
Also read: Chhattisgarh માં સુરક્ષા દળોને મળી સફળતા, સુકમામાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે , ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓનું અંતિમ સમયપત્રક જાહેર કર્યું છે, જેમાં 12મી (HSC બોર્ડ)ની પરીક્ષા 11મી ફેબ્રુઆરી 2025થી 18મી માર્ચ 2025 દરમિયાન લેવામાં આવશે. 10મા ધોરણ (SSC બોર્ડ) ની પરીક્ષા 21 ફેબ્રુઆરી 2025 થી 17 માર્ચ 2025 ની વચ્ચે લેવામાં આવશે, એમ જણાવવામાં આવ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને