General upswing successful  banal  market, Sensex up   569.93 points

મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)આજે સામાન્ય તેજી જોવા મળી છે. જેમાં સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે શેરબજાર વધારા સાથે ખૂલ્યું છે. જેમાં સેન્સેક્સ સવારે 569.93 પોઈન્ટના વધારા સાથે 77725.72 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 173.75 પોઈન્ટના વધારા સાથે 23,523.65ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

તમામ સેકટોરલ ઇન્ડેક્સ વધારા સાથે ટ્રેડ

પાવર અને મેટલ સિવાય અન્ય તમામ સેકટોરલ ઇન્ડેક્સ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં PSU બેન્ક, IT, રિયલ્ટીમાં 1-1 ટકાનો ગ્રોથ છે. એપોલો હોસ્પિટલ્સ, ICICI બેન્ક, SBI, પાવર ગ્રીડ કોર્પ અને HDFC લાઇફ નિફ્ટીમાં ટોચના ગેનર્સમાં હતા. જ્યારે M&M, એક્સિસ બેન્ક અને હીરો મોટોકોર્પમાં ઘટાડો જોવા મળ્યો.

એશિયન શેરબજારોમાં પણ ઉછાળો

આ ઉપરાંત શુક્રવારે એશિયન શેરબજારોમાં તેજી રહી હતી. ખાસ કરીને સેમિકન્ડક્ટર કંપનીઓમાં શેરના ભાવમાં વધારો થયો હતો આ સિવાય સોનાના ભાવમાં પણ વધારો થયો હતો. ઑસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયામાં શેરોના ભાવ વધ્યા હતા જ્યારે હોંગકોંગ અને ચીનમાં શેરોના ભાવ ઘટ્યા હતા. કારણ કે ગુરુવારે યુએસ-લિસ્ટેડ ચાઇનીઝ શેરનો ઇન્ડેક્સ 1 ટકા ઘટ્યો હતો. MSCI એશિયા પેસિફિક ઇન્ડેક્સ 0.7 ટકા જેટલો વધ્યો છે.

Also Read – શું આ કારણે સેન્સેક્સ ૭૭,૮૦૦ સુધી પટકાયો?

અમેરિકન શેરબજારો ગુરુવારે ઊંચા સ્તરે બંધ થયા

અમેરિકન શેરબજારો ગુરુવારે ઊંચા સ્તરે બંધ થયા છે. બ્લુ-ચિપ ડાઉ જોન્સ અને S&P 500 એક સપ્તાહની ઊંચી સપાટીએ છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 461.88 પોઈન્ટ વધીને 43,870.35 પર, જ્યારે S&P 500 31.60 પોઈન્ટ વધીને 5,948.71 પર પહોંચ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 6.28 પોઈન્ટ વધીને 18,972.42 ના સ્તર પર બંધ થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને