Triptii Dimriનો એ ડાન્સ જોઈને તમે શરમથી પાણી પાણી થઈ જશો… વીડિયો થયો વાઈરલ…

2 hours ago 1
Seeing that creation   of Triptii Dimri volition  marque   you watery with shame... Video went viral... Credit : Cinema Express

ફિલ્મ એનિમલથી નેશનલ ક્રશ બની ગયેલી બોલીવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી (Triptii Dimri) કરોડો દિલોની ધડકન બની ગઈ છે. હવે એક્ટ્રેસ એની આગામી ફિલ્મ વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયોને કારણે લાઈમલાઈટમાં આવી છે. ફિલ્મના ગીત મેરે મહેબૂબમાં પોતાની ડાન્સ મૂવ્ઝને કારણે ચર્ચામાં આવી છે. આ ગીતમાં તૃપ્તિના ડાન્સ મૂવ્ઝ જોઈને તમે શરમથી પાણી પાણી થઈ જશો. ગીતમાં તૃપ્તિ અને રાજકુમાર રાવના ઈન્ટેન્સ સીન્સ છે, જેને કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે. પરંતુ કેટલાક લોકોને આ તૃપ્તિની આ હરકત બિલકુલ પસંદ નથી આવ્યો અને લોકોને તેને ટ્રોલ કરી રહ્યા છે.

તૃપ્તિનો આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ આ ડાન્સમાં તેની મૂવ્ઝ જોઈને તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે તૃપ્તિ ખરાબ ડાન્સર છે અને કોરિયોગ્રાફરને બોયકોટ કરવાની પણ માંગણી કરી છે. આ ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે હું આ કઈ રીતે જોઉં. બીજા એક યુઝરે લખ્યું છે કે હવે કોક્રોચથી બચાવવાળી ક્રીમનો છંટકાવ કરો અને આનાથી દૂર રહો.

રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી પહેલી જ વખત સ્ક્રીન શેર કરતાં જોવા મળશે. હાલમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું અને ટ્રેલર જોઈને ફેન્સની ઉત્સુક્તા વધી ગઈ છે. આ ટીઝલ 90ના દાયકામાં લઈ જશે અને જોવા મળશે કે ફિલ્મ 97 ટકા પારિવારીક અને 3 ટકા મહાપારિવારીક હશે. ટ્રેલરમાં સ્ટોરી એક સીડીની આજુબાજુ ફરે છે, જેમાં વિક્કી અને વિદ્યાનું ઈન્ટિમેટ વીડિયો છે અને આ સીડી ગાયબ થઈ જાય છે.

ફિલ્મ 11મી ઓક્ટોબરના રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મ સ્રી-ટુમાં રાજકુમાર રાવનો અભિનય જોઈને દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે, આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી હતી. વાત કરીએ તૃપ્તિની તો તૃપ્તિને છેલ્લે વિક્કી કૌશલ અને એમી વિર્ક સાથે બેડ ન્યુઝમાં જોવા મળી હતી અને આ ફિલ્મ ખાસ કંઈ કમાલ દેખાડી શકી નહોતી.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article