વોશિંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી(US Election Result Live)પૂર્ણ થઈ ગઈ છે અને મતગણતરી પણ ચાલી રહી છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે ચૂંટણીમાં જોરદાર મુકાબલો ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિની રેસ માટે કોઈપણ ઉમેદવારે કુલ 270 ઈલેક્ટોરલ વોટ મેળવવાના રહેશે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ ચૂંટણીના પરિણામો સ્વિંગ સ્ટેટ દ્વારા નક્કી થશે.
કયા રાજ્યો સ્વિંગ સ્ટેટ્સ છે?
અમેરિકામાં કુલ 7 રાજ્યો એવા છે જેને સ્વિંગ સ્ટેટ્સ અથવા બેટલ ગ્રાઉન્ડ સ્ટેટ્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં રિપબ્લિકન અથવા ડેમોક્રેટ પાર્ટીના ગઢ છે. પરંતુ 7 રાજ્યો એવા છે જ્યાં મતદાતાઓ દરેક ચૂંટણીમાં તેમના વલણમાં ઘણો ફેરફાર કરતા જણાય છે. આ રાજ્યો એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાડા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિન છે.
આ સાત સ્ટેટમાં શું સ્થિતિ ?
એરિઝોના: આ રાજ્યમાં કુલ 11 ઈલેક્ટોરલ વોટ છે. આ રાજ્યમાંથી ડોનાલ્ડ ટ્રમ્પ આગળ છે.
વિસ્કોન્સિન: અહીં ઈલેક્ટોરલ વોટની સંખ્યા 10 છે. આ રાજ્યમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ આગળ છે.
પેન્સિલવેનિયાઃ આ રાજ્યમાં કુલ ઈલેક્ટોરલ વોટની સંખ્યા 19 છે અને અહીંથી પણ ટ્રમ્પ આગળ છે.
જ્યોર્જિયા: રાજ્યમાં કુલ 16 ઈલેક્ટોરલ વોટ છે. અહીં પણ ડોનાલ્ડ ટ્રમ્પ આગળ છે.
નોર્થ કેરોલિનાઃ આ રાજ્યમાં ટ્રમ્પ 16 ઈલેક્ટોરલ વોટ સાથે આગળ છે.
મિશિગન: આ રાજ્યમાં કુલ 15 ઈલેક્ટોરલ વોટ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધીની ગણતરીમાં આગળ છે.
નેવાડા: આ રાજ્યમાંથી કુલ 6 ઈલેક્ટોરલ વોટ સાથે કોઈ ટ્રેન્ડ બહાર આવ્યો નથી.