Big alleviation  for millions of radical   surviving  illegally successful  USA; Court stays Trump's order

વોશિગ્ટન: અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સાંભળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે નાગરિકા અંગે ચોંકાવનારો નિર્ણય લીધો, જેને કારણે અમેરિકામાં વસતા ગેરકાયદે ઇમિગ્રન્ટ (Donald trump migration policy)માં ખડભડાટ મચી ગયો છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો અમેરિકામાં જન્મેલા બાળકના માતા કે પિતા યુએસ નાગરિક કે કાયદેસર કાયમી નિવાસી ન હોય તો બાળકને નાગરિકતા આપવામાં નહીં આવે, આ ઓર્ડર 19મી ફેબ્રુઆરી 2025 થી લાગુ થશે. જેને કારણે અમરિકામાં ગેરકાયદે વસતી ગર્ભવતી મહિલાઓ પ્રિટર્મ સી-સેક્શન કરાવી રહી છે. જોકે અમેરિકાની કોર્ટે રહાત આપી છે.

હાલ યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મતા દરેક બાળકને જન્મજાત નાગરિકતા મળી રહી છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને કારણે આ જોગવાઈ 19 ફેબ્રુઆરી 2025 બાદ રદ થઇ જશે. હવે આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને એક ફેડરલ જજે અસ્થાયી રૂપે રોકી દીધો છે.

ટ્રમ્પનો આદેશ ગેરબંધારણીય:
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન કોફેનરે ટ્રમ્પના આદેશને ગેરબંધારણીય ગણાવ્યો છે. જજે ચાર ડેમોક્રેટિક-શાસિત રાજ્યો – વોશિંગ્ટન, એરિઝોના, ઇલિનોઇસ અને ઓરેગોનમાં કામચલાઉ પ્રતિબંધનો ઓર્ડર આપ્યો છે. વહીવટીતંત્રને ટ્રમ્પના આદેશ લાગુ કરવાથી અટકાવવામાં આવ્યું છે.

ન્યાયધીશે શું કહ્યું?
ટ્રમ્પના આદેશનો બચાવ કરી રહેલા યુએસ ન્યાય વિભાગના વકીલને ન્યાયાધીશે કહ્યું, “મને એ નથી સમજાતું કે બારનો સભ્ય કેવી રીતે સ્પષ્ટપણે કહી શકે છે કે આ આદેશ બંધારણીય છે. હું ચાર દાયકાથી વધુ સમયથી બેન્ચ પર છું. મને બીજો કોઈ કેસ યાદ નથી કે જ્યાં રજૂ કરાયેલો પ્રશ્ન આટલો સ્પષ્ટ હોય. આ સ્પષ્ટપણે એક ગેરબંધારણીય આદેશ છે.”

આ પણ વાંચો…કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગની હત્યાના રહસ્યો પરથી પડદો ઉઠશે! ટ્રમ્પે આપ્યો આદેશ

અરજદારનો દાવો:
ટ્રમ્પનો આ આદેશ દેશમાં જન્મેલા લાખો લોકોને અસર કરી શકે છે, સિએટલમાં દાખલ કરાયેલા ચાર રાજ્યોના દાવા મુજબ, 2022માં, દેશમાં ગેરકાયદેસર રીતે રહેતી માતાઓએ લગભગ 2,55,000 નાગરિક બાળકોનો જન્મ થયો હતો.

અમેરિકા લગભગ 30 દેશોમાંનો એક છે જ્યાં જન્મજાત નાગરિકતા – ‘રાઈટ ઓફ સોઇલ’ ના સિદ્ધાંત લાગુ પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને