Trump releases missive  written to Joe Biden, cognize  what connection   it conveyed Image Source : ANI

વોશિંગ્ટનઃ અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળી લીધો છે. આ પછી તેમણે અનેક ચોંકાવનારા ફેંસલા લીધા હતા. કાર્યભાર સંભાળ્યા બાદ ટ્રમ્પે તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન દ્વારા લખવામાં આવેલો પત્ર પણ બતાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

જો બાઇડેને વ્હાઇટ હાઉસમાં તેમના ઉત્તરાધિકારી ડોનાલ્ડ ટ્રમ્પનું વેલકોમ હોમ મેસેજ સાથે સ્વાગત કર્યું હતું. શપથ પહેલા ચૂંટાયેલા અને તત્કાલીન રાષ્ટ્રપ્રમુખની સાથે ચા પીવાની પરંપરા અંતર્ગત વ્હાઇટ હાઉસના ઉત્તરી પોર્ટિકોમાં ટ્રમ્પ તેની એસયુવીમાંથી બહાર આવ્યો તો બાઇડેને અભિવાદન કરીને કહ્યું- ઘરમાં તમારું સ્વાગત છે. ટ્રમ્પના આગમના પહેલા બાઇડેનને જ્યારે પત્રકારઓ પૂછ્યું, તમારો સંદેશ શું છે, તેના જવાબમાં કહ્યું- ખુશી અને થોડા અટક્યાં બાદ કહ્યું- આશા.

જો બાઇડેન તથા તેમના પત્ની, ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પના આગમનની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે બાઇડેનને પૂછવામાં આવ્યું કે, તેમણે ટ્રમ્પને પત્રમાં શું લખ્યું છે? જેનો જવાબ આપતાં કહ્યું, આ ટ્રમ્પ અને મારી વચ્ચે છે. જે બાદ બંને પરંપરા મુજબ ચા પીવા વ્હાઇટ હાઉસની અંદર ગયા હતા.

અમેરિકાની પરંપરા પ્રમાણે તત્કાલીન રાષ્ટ્રપતિ તેના ઉત્તરાધિકી માટે એક પત્ર લખે છે. ટ્રમ્પ ગત ચૂંટણીમાં બાઇડેન સામે હાર્યા હતા. નવેમ્બર 2024ની ચૂંટણીમાં ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને વોટ અને ઇલેક્ટોરલ કૉલેજ સંખ્યામાં હરાવ્યા હતા. કમલા હેરિસે પણ તેના ઉત્તરાધિકારી જેડી વેંસ અને તેની ભારતીય-અમેરિકન પત્ની ઉષા વેંસનું સ્વાગત કર્યું હતું. હેરિસે કહ્યું- મારા ઉત્તરાધિકારીને અભિનંદન.જ્યારે કમલા હેરિસને પૂછવામાં આવ્યું કે તમને કેવું લાગી રહ્યું છે, તેનો જવાબ આપ્યો- આ લોકતંત્ર છે. જે બાદ તેઓ તેના અનુગામી સાથે અંદર જતા રહ્યા હતા.

આ પણ વાંચો…ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રાજદ્વારીઓએ રાજીનામાં આપ્યા

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પ્રથમ કાર્યકાળ બાદ યોજાયેલી ચૂંટણીમાં હાર્યા પછી ચાર વર્ષ બાદ ફરી યોજાયેલી ચૂંટણીમાં વિજેતા બન્યા હોય તેવા માત્ર બીજા રાષ્ટ્રપ્રમુખ છે. ટ્રમ્પનો પ્રથમ કાર્યકાળા 2017 થી 2021 સુધીનો રહ્યો હતો. આ પહલા ગ્રોવર ક્લીવલૈંડ અમેરિકાના 22મા અને 24મા રાષ્ટ્રપ્રમુખ રહ્યા હતા. તેમનો પ્રથમ કાર્યકાળ 1885-89 અને બીજો કાર્યકાળ 1893-97 સુધીનો હતો. આ ઉપરાંત ટ્રમ્પ કોઇ કેસમાં દોષિ જાહેર થયા હોય તેવા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ છે. થોડા દિવસ પહેલા જ અમેરિકાની કોર્ટે તેમને એડલ્ટ સ્ટારને આપવામાં આવેલી ગુપ્ત રકમ છૂપાવવા બદલ દોષિ જાહેર કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને