Know what promises were made Screen grab: The Indian Express

દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને કેન્દ્રમાં બે ટર્મ પૂરી કરી ત્રીજી ટર્મ શરૂ કરનારા ભાજપ માટે રાજધાની દિલ્હીની કમાન પોતાના હાથમાં લેવી ખૂબ જરૂરી છે, પરંતુ આમ આદમી પાર્ટી (આપ) તેને બે ટર્મથી પરાજિત કરી રહી છે. ત્યારે હવે ફરી દિલ્હીની સત્તાની સાઠમારીનો સમય આવી ગયો હોવાથી ભાજપ જોર લગાવી રહ્યું છે. દિલ્હીની હેડ ઓફિસ ખાતે પક્ષ અધ્યક્ષ જે પી નડ્ડાએ સંકલ્પ 2.0 નું અનાવરણ કર્યું હતું જે ભાજપનો દિલ્હી ચૂંટણી માટેનો બીજું વચનનામું છે.

કોને કોને લ્હાણી કરે છે ભાજપે

ભાજપે તેના પહેલા ઢંઢેરામાં દિલ્હીની મહિલા મતદારોને રિઝવવા મહિલા સમૃદ્ધિ યોજના જાહેર કરી હતી. હવે બીજા ઢંઢેરામાં તેમણે યુવાનો અને શિક્ષણને લગતા વચનો આપ્યો છે. શિક્ષણ અને શૈક્ષણિક સુવિધાઓમાં સુધારા અને રોજગાર નિર્માણ કરવાના વચનો આપી યુવાનોને આકર્ષવાની કોશિશ કરવામાં આવી છે.

આ ઢંઢેરામાં પક્ષે આયુષ્યમાન ભારત યોજના દિલ્હીમાં લાગુ કરવાનું વટચન આપ્યું છે, જેમાં રૂ. 5થી 51 લાખ સુધીનું હેલ્થ કવર મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના દિલ્હીમાં કેજરીવાલ સરકારે લાગુ કરી નથી.

આ ઢંઢેંરા માટે લગભગ 1.8 લાખ દિલ્હીવાસીઓની ઈચ્છા અને અપેક્ષાઓ જાણવામાં આવી હતી અને 12,000 બેઠક યોજવામાં આવી હતી. આ ઢંઢેરો દિલ્હીના વિકાસનો પાયો છે, તેમ પણ નડ્ડાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…હરિયાણા પોલીસે રૂ. 60 લાખના સાયબર ફ્રોડમાં બે સુરતીની ધરપકડ કરી

દિલ્હીની ચૂંટણી 5મી ફેબ્રુઆરી, 2025ના રોજ એક જ તબક્કામાં યોજાશે. હાલમાં 70 બેઠકમાંથી આપ 62 બેઠક 2020માં જીત્યું હતું. જોકે ગત લોકસભા ચૂંટણીમાં સાત બેઠકમાથી એક પણ આપ કે કૉંગ્રેસ જીતી શક્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને