Police made an aged  antheral   beryllium   for hours successful  Vadodara to record  a complaint

વડોદરા: વડોદરા શહેરમાં માનવતા મારી પરવારી હોય તેવી ઘટના તાજેતરમાં ઘટી હતી. શહેરના એક વૃદ્ધાને તેમના જ દીકરા અને પુત્રવધૂએ ઢોર માર માર્યાની ફરિયાદ લઈને માંજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.

જોકે વૃદ્ધ મહિલાની ફરિયાદને પોલીસે ધરાર સાંભળી જ નહોતી, તેનાથી વિપરીત વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ હોવા છતાં પોલીસે કલાકો સુધી તેમને બેસાડી રાખ્યા હતા.

પોલીસે પણ વૃદ્ધાની વ્યથા સાંભળી નહીં

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ધાને પોલીસે કલાકો સુધી બેસાડી રાખ્યા છતાં પોલીસે વ્યથા સાંભળી નહીં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

વડોદરા પોલીસની માનવતા મરીપરવારી

માંજલપુર પોલીસ સ્ટેશન આવ્યું વિવાદમાં

વૃદ્ધ મહિલાને કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પોલીસે વ્યથા ન સાંભળી

વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ છતાં પોલીસ બની નિષ્ઠુર

પુત્ર અને પુત્રવધુએ માર માર્યાની ફરીયાદ લઈ વૃદ્ધા પહોંચી હતી પોલીસ સ્ટેશન

ઇજાગ્રસ્ત વૃદ્ધ… pic.twitter.com/s0ZxZofP9j

— Benefit News (@BenefitNews24) February 3, 2025

આપણ વાંચો: પોર્ટુગલની નાગરિકતા મેળવવા ખોટા પુરાવા રજૂ કરતા વ્યકિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

વાઈરલ વીડિયોમાં વૃદ્ધા કહી રહ્યા છે કે તેમને દીકરા વહુએ માર માર્યો હોય અને તેમની વિરુદ્ધ ફરિયાદ માટે તેઓ પોલીસ સ્ટેશન આવ્યા હતા. જો કે ત્યાં તેની ફરિયાદ સાંભળવાને બદલે તેને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.

દીકરા વહુએ ઢોર માર માર્યો હોવાથી વૃદ્ધાને ઇજાઓ પહોંચી હતી. તેઓ દસ વાગ્યાના સવારે ચાલીને પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. અંતે પોલીસે ફરિયાદ ન સાંભળતા અંતે ઘરે પગપાળા જતાં રહ્યા હતા.

કલાકો સુધી બેઠા વૃદ્ધા

જાણે પોલીસને ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની દયા આવી નહોતી. વૃદ્ધા કલાકો સુધી મદદની આશાએ પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યા પણ પોલીસે વૃદ્ધાની વ્યથા નહોતી સાંભળી.

આપણ વાંચો: સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું! બિહારની કોર્ટમાં ફરિયાદ દાખલ; જાણો શું છે મામલો

પોલીસે વૃદ્ધ મહિલાને કલાકો સુધી બહાર પગથિયા પર બેસાડી રાખ્યા અને તેમને સાંભળવાની પણ તસ્દી લીધી નહોતી. અહી કલાકો સુધી મદદની આશાએ બેઠેલા વૃદ્ધાને અંતે મદદ ન મળી અને તેઓ એમ જ પાછા ફર્યા. વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુઓ હોવા છતાં પોલીસે તેમની વાત સાંભળવાની પણ તસ્દી નહોતી લીધી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને