Watch: રાહુલ ગાંધી સેલૂન પહોંચતા ભાવુક થયો નાઈ, કોંગ્રેસ નેતાએ શેર કર્યો વીડિયો

2 hours ago 1
 Rahul Gandhi gets affectional  barber reaching salon, Congress person  shares video IMAGE SOURCE - X

Rahul Gandhi News: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ કોઈ સેલૂનમાં જાય છે અને નાઈ સાથે વાતચીત કરે છે અને દાઢી બનાવે છે. રાહુલ ગાંધીએ વીડિયો શેર કરતાં લખ્યું, કંઈ બચતું નથી. અજીતભાઈના આ ચાર શબ્દ અને તેમના આંસુ આજે ભારતના દરેક મહેનતું ગરીબ અને મધ્યમવર્ગીયની કહાની દર્શાવે છે. નાઈથી લઈ મોચી, કુંભારની ઘટતી આવક અને વધતી મોંઘવારીએ આવા લોકોના સપનાં પર પાણી ફેરવ્યું છે.

"कुछ नहीं बचता है!"

अजीत भाई के ये चार शब्द और उनके आसूं आज भारत के हर मेहनतकश गरीब और मध्यमवर्गीय की कहानी बयां कर रहे हैं।

नाई से लेकर मोची, कुम्हार से लेकर बढ़ई – घटती आमदनी और बढ़ती महंगाई ने हाथ से काम करने वालों से अपनी दुकान, अपना मकान और स्वाभिमान तक के अरमान छीन लिए… pic.twitter.com/1gYGdui2ll

— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2024

તેમણે આગળ લખ્યું, આધુનિક ઉપાય અને નવી યોજનાઓ આજની જરૂરિયાત છે. આવકમાાં વધારો અને ઘરમાં બચત પરત લાવો. વીડિયોમાં રાહુલ ગાંધી નાઈ અજીત સાથે વાત કરતાં જોવા મળે છે. આ દરમિયાન નાઈ કહે છે, તેમના ઘરનું ભાડું 2500 રૂપિયા છે. પત્નીને હૃદયની બીમારી છે. મહિને 14-15 હજારની કમાણી થાય છે. દુકાન-મકાન બધું ભાડે છે. વર્ષો પહેલા જ્યારે આવ્યા ત્યારે વિચાર્યું અમારું ભવિષ્ય સારું હશે. ઘણી મહેનત કરીશું પરંતુ ત્યાંના ત્યાં જ રહી ગયા.

જે બાદ નાઈ આગળ કહે છે કે તમારા શાસનમાં અમે ખૂબ ખુશ હતા. હાલ અમારી કોઈ પ્રગતિ નથી થઈ રહી, અમે અહીંને અહીં જ રહીશું. બાળકોનું ભવિષ્ય પણ અંધકારમય બનશે. અત્યારે આવ્યા છીએ, રાત્રે 11 કલાકે ઘરે જઈશું. અમારી જિંદગી આમ જ પસાર થઈ જશે. અમે વિકલાંગ છીએ. અમારા જેવા ગરીબ આદમીને સહારો આપનારા તમે જ છો. રાહુલ ગાંધીને મળીને ઘણી ખુશી થઈ. આ દરમિયાન રાહુલ ગાંધી જ્યારે ત્યાંથી નીકળે છે ત્યારે નાઈ અજીત રડવા લાગે છે, જેથી રાહુલ ગાંધી તેમને રડવાનું નહીં કહે છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article