અમદાવાદઃ ગુજરાતમાં નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ ઠંડીના દિવસો(Winter 2024)માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગે નવેમ્બરના પહેલા પખવાડિયામાં સામાન્ય ઠંડી રહેવાની આગાહી કરી છે. જોકે, ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.
હિમવર્ષા થયા બાદ ગુજરાતમાં ઠંડીની એન્ટ્રી
હવામાન વિભાગે આગામી એક મહિના લોકોને ઠંડીનો અનુભવ ઓછો થશે. સમગ્ર મહિના દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. જયારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયા બાદ ગુજરાતમાં ઠંડીની એન્ટ્રી થવાની આગાહી કરી છે.
અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહ્યું
રાજ્યમાં 4થી નવેમ્બર સોમવારના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહ્યું હતું. જે સામાન્ય કરતા 2.1 ડિગ્રી વધુ નોંધાયું છે. સૌથી વધુ 38.8 ડિગ્રી ડીસામાં નોંધાયું હતુ. આ ઉપરાંત નલિયા, કેશોદ, વડોદરામાં લધુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ, ડિસા, પોરબંદરમાં 22 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કંટલા,
રાજકોટ, મહુવામાં લધુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયુ હતું.
અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે મોટી આગાહી કરી છે. જેમાં 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતાઓ છે. તેમજ આ ડિપ્રેશનથી વાવાઝોડું પણ આવવાની શક્યતા રહેશે. તેમજ 22મી નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.
આ પણ વાંચો…..વાવ પેટા ચૂંટણીઃ અપક્ષ ઉમેદવારે કોંગ્રેસ-ભાજપનું ટેન્શન વધાર્યું…
ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા
19મી થી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડુ આવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે. આગાહી પ્રમાણે 7મી થી 14મી અને 19મી થી 22મી નવેમ્બર દરમિયાન માવઠું આવવાની શક્યતાઓ છે. ત્યારે આવતા મહિને ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.