નવી દિલ્હીઃ ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકર ગુરુવારે પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે પાટનગર દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યો હતો અને તેમને પોતાના ઑટોગ્રાફવાળું ટેસ્ટ જર્સી ગિફ્ટ આપ્યું હતું. સચિન આ પહેલાં ભારતરત્ન તથા ખેલરત્ન સહિતના પ્રતિષ્ઠિત પુરસ્કારો સ્વીકારવા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ ચૂક્યો હતો, પરંતુ અંગત મહેમાન તરીકે તેની આ પહેલી જ મુલાકાત હતી. એમાં પણ પરિવાર સાથે તે પ્રેસિડન્ટને મળ્યો હતો અને તેમની સાથે ઘણી વાતચીત કરી હતી.
Also work : Champions Trophy: પાકિસ્તાનની તૈયારીઓની નિષ્ણાતોએ પોલ ખોલી નાખી
51 વર્ષના સચિને `રાષ્ટ્રપતિ ભવન વિમર્શ શૃંખલા’ હેઠળ થયેલી ચર્ચામાં પોતાની ક્રિકેટ-સફરની તેમ જ એમાં પોતે અપનાવેલા સિદ્ધાંતોની વાત કરી હતી તેમ જ ખાસ કરીને તેણે 2011ના વન-ડેના વર્લ્ડ કપને પોતાની સૌથી મોટી સિદ્ધિ તરીકે ઓળખાવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને