India volition  supply  scholarships to students from the Indo-Pacific region Image Source: SSIMS

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ભારત સરકાર તરફથી મળનારી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશનના લીધા અને ફ્રિશિપ કાર્ડ પણ ઇશ્યૂ કરી દીધા બાદ હવે ગુજરાત સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના ભાજપ સરકારના નિર્ણય સામે કોંગ્રેસે અંબાજીથી ઉમરગામ પટ્ટામાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : ચોખા પરની નિકાસ પરના પ્રતિબંધો હટાવાતાં કચ્છના કંડલા બંદરે જહાજોની લાગી લાંબી કતાર

સરકારે અચાનક બંધ કરી યોજના

કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ભારત સરકાર તરફથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના મળે છે, અને તે યોજના અંતર્ગત સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ પણ સરકાર દ્વારા ઇશ્યૂ કરી દેવામાં આવ્યા છે, ત્યારબાદ ગુજરાત સરકારે આ અંગે પરિપત્ર કરીને આ યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે. આગામી તારીખ 25 થી 27 નવેમ્બર સુધી ગુજરાતના આદિજાતિ પટ્ટાના જિલ્લાઓમાં કોંગ્રેસ રેલીઓ યોજીને આવેદનપત્ર આપશે, એમ આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓ અને વાલી પરેશાન

કોંગ્રેસે એવો પણ આક્ષેપે કર્યો છે કે આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જેને ભાજપ સરકારે બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પુનઃ શરૂ કરવા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે.

રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી

આદિવાસી સમાજમાં બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મળતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપના મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન શરૂ કરશે. જેમાં કોંગ્રેસના અનુસૂચિત જનજાતિ વિભાગ, પાર્ટીના ધારાસભ્યો સહિતના આગેવાનો જોડાશે અને રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કરશે.

આ પણ વાંચો : Dwarka નજીક નાગેશ્વરમાં 24 યાયાવર પક્ષીઓનો શિકાર, વનવિભાગ એકશનમાં

આ સિવાય જનજાગૃતિ અભિયાન બાદ પણ જો સરકાર દ્વારા પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ પુનઃ શરૂ કરવામાં નહિ આવે તો કોંગ્રેસ જિલ્લા-તાલુકા અને રાજ્યવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમની પણ ચીમકી ઉચ્ચારી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને