મુંબઈ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી T20I મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રવિવારે રમાઈ હતી, આ મેચમાં ભારતના 24 વર્ષીય બેટર અભિષેક શર્મા (Abhishek Sharma)એ ધુંઆધાર બેટિંગ કરી હતી. અભિષેકે માત્ર 54 બોલમાં 135 રન બનાવ્યા, જેને કારણે દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ અભિષેકના વખાણ કરી રહ્યા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ અભિષેકના ચાહક બની ગયા છે. આ દરમિયાન, હરભજન સિંહે (Harbhajan Singh) અભિષેક કહ્યું કે અભિષેક શર્મા વધારે મહેનત નથી કરી રહ્યો.
શું કહ્યું હરભજન સિંહે?
હરભજન સિંહના આ નિવેદનની ચર્ચા થઇ રહી છે, પરંતુ હરભજન સિંહે આ વાત અભિષેક શર્માની બેટિંગ અંગે નહીં પણ તેની બોલિંગ વિશે કહી હતી. હરભજન સિંહે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા વિડીયોમાં કહ્યું, “હું તેને (અભિષેક શર્મા) વધુ બોલિંગ કરતો જોવા માંગુ છું. હું શરૂઆતથી જ તેને કહેતો આવ્યો છું કે તેની સીમ પોઝિશન ખૂબ સારી છે. તે તેની બોલિંગ પર એટલી મહેનત નથી કરી રહ્યો જેટલી તેણે કરવી જોઈએ. અભિષેક બેટિંગ પર જ વધુ કામ કરે છે.”
આ પણ વાંચો…IND vs ENG: જસપ્રીત બુમરાહ પહેલી બે ODI નહીં રમે, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સાજો થઇ જશે?
હરભજનની સલાહ:
ભજ્જીએ કહ્યું, “આજે પણ જ્યારે હું તેને મળું છું, ત્યારે હું તેને તેની બોલિંગ વિશે કહું છું કારણ કે બેટિંગ તેનો પહેલો પ્રેમ છે, તે જરૂર તેના પર કામ કરશે. તે તેની બોલિંગ પર પણ કામ કરી શકે છે, તેની પાસે એક સારો લેગ સ્પિનર બનવાની ક્ષમતા છે. તેનામાં સારા બોલર બનવા માટે જરૂરી બધા જ ગુણો છે.”
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને