Why Indian Mobile Numbers Start with +91

આજે જમાનો ડિજિટલ છે અને મોટાભાગના કામ લોકો ડિજિટલી પૂરા કરે છે. આ ડિજિટલ વર્લ્ડમાં મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગયા છે. ફોન કરવાની વાત હોય કે ચેટિંગ કરવાની વાત હોય કે પછી ઈન્ટરનેટ યુઝ કરવાની વાત હોય, મોબાઈલ નંબર આપણી ઓળખ બની ગયા છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે ખરું કે ભારતમાં દરેક મોબાઈલ નંબર +91થી કેમ શરૂ થાય છે? નહીં ને? ચાલો તમને આ વિશે જણાવીએ-

મળતી માહિતી મુજબ +91 એ માત્ર કોડ નથી, પણ એની પાછળ એક ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. જેના વિશે આજે આપણે અહીં વાત કરવાના છીએ. +91એ ભારતનો કન્ટ્રી કોડ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને એક અલગ ઓળખ અપાવે છે. આ કોડ ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. આઈટીયુએ યુનાઈટેડ નેશન્સની એક સ્પેશિયલ એજન્સી છે, જે દુનિયાભરમાં ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી સાથે સંકળાયેલા માપદંડ નક્કી કરે છે. આનો મુખ્ય હેતુ દુનિયાભરમાં કમ્યુનિકેશન સિસ્ટમ સરળતાથી અને વ્યવસ્થિત ચાલે એવો છે.

જ્યારે પણ તમે કોઈ ઈન્ટરનેશનલ ફોન કોલ ડાયલ કરો છો તો એ નંબર સાથે દેશનો કોડ ઉમેરવામાં આવે છે. આ કોડ જ જણાવે છે કે કોલ કયા દેશમાં કરાઈ રહ્યો છે કે પછી ક્યા દેશથી આવી રહ્યો છે. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જો તમે ભારતમાં કોઈને ફોન કરો છો નંબર સાથે +91 નંબર એડ કરવાનું જરૂર હોય છે. એ જ રીતે અમેરિકાનો કન્ટ્રી કોડ +1, યુકેનો કન્ટ્રી કોડ +44 અને ચીનનો કોડ +86 છે.

આ પણ વાંચો : ટૅક વ્યૂહ : બેટરી લાંબી ચાલે- સ્પેસ વધે ને ફોન હેંગ ન થાય એવું … મોબાઈલ ફોનનું સ્માર્ટ મેનેજમેન્ટ

+91નો અર્થ શું છે એ વિશે વાત કરીએ તો આ નંબર ભારત સાથે જોડાયેલો છે અને ઈન્ટરનેશનલ કોલિંગ માટે જરૂરી પણ છે કારણ કે તે ટેલિકમ્યુનિકેશન નેટવર્કને જણાવે છે કે કોલ કયા દેશમાં રૂટ કરવાનો છે. કોઈ પણ કન્ટ્રી કોડ વિના ઈન્ટરનેશનલ કોલ કરવાનું શક્ય નથી. કન્ટ્રી કોડની શરૂઆત 1960માં કરવામાં આવી હતી અને એ સમયે કમ્યુનિકેશન સિસ્ટમ બરાબર ચાલે એ માટે આઈટીયુએ દરેક દેશને અલગ અલગ કોડ આપવામાં આવ્યા હતા અને ભારતને +91 કોડ આપવામાં આવ્યો હતો.

વાત કરીએ +91ના ફ્યુચરની તો ભારતમાં ટેલિકમ્યુનિકેશનનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. 5G ટેક્નોલોજી સાથે ભારત ડિજિટલ ક્રાંતિની નવી ઊંચાઈઓ પર પહોંચ્યું છે. +91 ભારતની ઓળખ જ નથી પણ આ દેશના ઝડપથી વધી રહેલાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતિક છે. આવનારા સમયમાં જ્યારે ભારત ટેક્નિકલી પ્રગતિ કરશે ત્યારે આ +91નું મહત્ત્વ વધી જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને