BJP is making a fool of itself, radical   are not consenting  to go  members.

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જ ભાજપને દિવાળી જેવો માહોલ છે. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ત્યારે 215 બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે. આથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ ભાજપમાં ઉજવણી શરુ થઇ ગઈ છે.

નગરપાલિકામાં 196 બેઠકો પર ભાજપની જીત

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ ભાજપમાં જાણે મહા મહિને જ દિવાળી જેવો માહોલ છે. રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતિમદિવસે રાજ્યની કેટલીક મહાનગરપાલિકા, પાલિકા-પંચાયતમાં ભગવો લહેરાયો છે. રાજ્યની 68 નગરપાલિકામાં 196 બેઠકો પર BJP બિનહરીફ વિજયી થઈ છે.

જૂનાગઢમાં 215 બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય

આ ઉપરાંત, જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો, તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીની 10 બેઠકો એમ કુલ મળીને 215 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય થયો છે. તે ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 10 બેઠકો મળી છે.

ભાણવડમાં AAPના તમામ ઉમેદવારના ફોર્મ રદ્દ

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ 8 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યા છે. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીપંચમાં ફરિયાદ કરવામાં આવી છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરીને ભાજપ પર પ્રહારો કર્યા અને સરારના મંત્રી મુળુભાઈ બેરાના ઈશારે ફોર્મ રદ્દ કરવામાં આવ્યાં હોવાના આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : દેશમાં કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો કાયમઃ બીજા નંબરે મહારાષ્ટ્ર

ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસને ઝટકો

રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. અહી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં અવગણના કરી હોવાના આક્ષેપ સાથે શહેર યુથ કોંગ્રેસના પ્રમુખે જ પક્ષ પલટો કરી આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું છે. તે ઉપરાંત પૂર્વ કોર્પોરેટરના પતિ પણ આપમાં જોડાયા છે. કોંગ્રેસ ઉપપ્રમૂખે પણ પંજાનો સાથ છોડી દીધો છે.

હળવદમાં કોંગ્રેસ માંગ્યું પોલીસ રક્ષણ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પૂર્વે જ હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખે પોલીસને લેખિત અરજી આપીને રક્ષણની માંગ કરી છે. તેમણે પોલીસને જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ટેકેદારોને ભાજપના અમુક લોકો ધમકી, પ્રલોભન આપી રહ્યા છે અને તેના પરિવારના સભ્યોને આવી ધમકીથી ભયનો માહોલ ઉભો થયો છે. તેમણે વોર્ડ નં 1 થી 7 ના તમામ ઉમેદવારો અને ટેકેદારોને પોલીસ રક્ષણ આપવા માંગ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને