Anjali Damania

મુંબઈ: સામાજિક કાર્યકર્તા અંજલિ દમાણિયાએ મંગળવારે એવો આક્ષેપ કર્યો છે કે અગાઉની મહાયુતિની સરકારમાં ધનંજય મુંડે કૃષિ ખાતાના પ્રધાન હતા ત્યારે તેમના ખાતામાં 88 કરોડ રૂપિયાનું કૌૈભાંડ આચરવામાં આવ્યું હતું.
અત્યારે રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન ધનંજય મુંડેએ આ આક્ષેપોને પાયાવિહોણા અને રાજકીય હેતુ પ્રેરિત ગણાવ્યા હતા.

કેન્દ્ર સરકારના 2016ના નોટિફિકેશન દ્વારા ખેડૂતોના ખાતામાં સીધા નાણાં હસ્તાંતરિત (ડીબીટી) કરવા જણાવવામાં આવ્યું હોવા છતાં કૃષિ ખાતાએ ખેડૂતોને વિતરણ કરવા માટે ઉપકરણો અને ખાતરોની ખરીદી વધુ પડતી કિંમત આપીને કરી હતી એવો દાવો આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતાએ મંગળવારે કહ્યું હતું.

દમણિયાએ પત્રકાર પરિષદમાં દસ્તાવેજો રજૂ કરતાં કહ્યું હતું કે આ દસ્તાવેજો પુરાવો છે કે કેવી રીતે પ્રધાને કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોના પૈસાની ઉચાપત કરી હતી. ડીબીટી અંગેના સરકારી આદેશ મુજબ યોજના સંબંધી બધા જ નાણાં સીધા ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવા જોઈએ સિવાય કે મહાબીજ, કેવીકે અને એમએઆઈડીસી જેવા સરકારી એકમો જેમના પોતાના ઉત્પાદનો છે. આ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું, એમ દમાણિયાએ કહ્યું હતું.

તેમણે 12 સપ્ટેમ્બર, 2018નો સરકારી આદેશ દેખાડ્યો હતો, જેમાં ડીબીટી હેઠળ આવરી લેવામાં આવેલા 62 બાબતોનો સમાવેશ થાય છે.

જ્યારે મુખ્ય પ્રધાન પાસે ડીબીટીની યાદીમાં કેટલીક બાબતોને ઉમેરવાનો અધિકાર છે, પરંતુ મુખ્ય સચિવ, નાણાં સચિવ અને આયોજન સચિવની બનેલી સમિતિની પરવાનગી વગર તેમાંથી કોઈ બાબતને રદ કરવાનો અધિકાર નથી, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો…બેસ્ટને મળી રૂ. 1000 કરોડની ગ્રાંટ

તેમણે કહ્યું હતું કે ધનંજય મુંડેના નેતૃત્વ હેઠળ કૃષિ વિભાગ પાંચ સામગ્રી જેમ કે નેનો યુરિયા, નેનો ડેપ, બેટરી સ્પ્રેયર, મેટલડિહાઈડ પેસ્ટિસાઈડ્સ અને કાપડની થેલીઓની ખરીદીમાં આર્થિ ગેરરીતિ આચરવામાં આવી હોવાનો દાવો તેમણે કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને