અમરેલીના સાવરકુંડલામાં નાવલી નદી પર રૂ. 25 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનશે, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત…

4 hours ago 1
On Navali River successful  Savarkundla, Amreli Rs. Riverfront volition  beryllium  built astatine  a outgo  of 25 crores, Chief Minister announced Credit : @Bhupendrapbjp

Amreli News: અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ 122 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન કર્યુ હતુ. આ ઉપરાંત મુખ્યપ્રધાને સાવરકુંડલામાં આરામ ભવન, સી.સી.રોડ સહિતના વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કર્યુ હતું.

આ પણ વાંચો : Amreli ના જાફરાબાદમાં બાળકીના મોતની ઘટના, નરભક્ષી સિંહણ  પાંજરે પુરાઈ

સાવરકુંડલા માટે આજનો દિવસ સર્વાંગીણ વિકાસની સરવાણી વહાવનાર બની રહ્યો.

સાવરકુંડલાના નાગરિકોને નૂતન વર્ષાભિનંદન પાઠવીને આજે શહેર માટે રૂ. 122 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.

આ વિકાસકામોમાં નાવલી નદી પર રીવરફ્રન્ટના કામ તેમજ ભૂગર્ભ ગટર યોજના સહિતના કામોનો… pic.twitter.com/TBBGc0bNTJ

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 5, 2024

સાવરકુંડલા ખાતે રૂપિયા 122 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. સાવરકુંડલા શહેરમાંથી પસાર થતી નાવલી નદીના રિવરફ્રન્ટ તેમજ ગટર યોજના – 2 ખાતમુહૂર્ત કર્યું હતું. નાવલી નદી પર રિવરફ્રન્ટ બનાવવા 25 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. આ પ્રોજેક્ટ નદીને સ્વચ્છ અને નવપલ્લવિત કરવા ઉપરાંત નગરની સુંદરતામાં અભિવૃદ્ધિ કરશે. અમરેલી તાલુકાના ચાડિયા ગામે માતૃભૂમિ વંદના મહોત્સવમાં સામેલ થયા હતા. જેમાં તેમણે જણાવ્યું, સેવા કરવા માટે સત્તાની આવશ્યક્તા નથી, જે અમરેલી જિલ્લાએ સાર્થક કરી બતાવ્યું છે. દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાને અમેરલી જિલ્લાએ ઝીલીને 99 અમૃત સરોવરનું નિર્માણ કર્યું છે.

આ પણ વાંચો : Amreli: રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર જીવલેણ હુમલો, જાણો શું છે મામલો

સાવરકુંડલા ખાતે મનોદિવ્યાંગ દીકરીઓ માટેના માનવમંદિર આશ્રમની મુલાકાત લીધી.

પ્રકૃતિના ખોળે, સુંદર વાતાવરણમાં શ્રી ભક્તિરામ બાપુની નિશ્રામાં “હરિના બાળકો”ની કાળજી લેવાનું ઉત્તમ સેવાકાર્ય અહીં થઈ રહ્યું છે, જે ખૂબ સરાહનીય છે. pic.twitter.com/a6ivvRyyeL

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 5, 2024

સાવરકુંડલામાં તેમણે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. તેમજ માનવ મંદિર ખાતે મનો દિવ્યાંગ બાળકોની મુલાકાત લીધી હતી. અહીં મનો દિવ્યાંગ સોશિયલ મીડિયા સ્ટાર અંશુ ગુપ્તાએ તેમનું અભિવાદન કર્યુ હતું. શિવદરબાર આશ્રમ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગૌ માતાને ગોળ ખવડાવી ઉષા મૈયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાવરકુંડલાના અમૃતવેલ ગામે ચાલતી શ્રીમદ્ ભાગવત્ કથા મહોત્સવમાં પણ હાજરી આપી હતી. થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી રૂ.4,800 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પણ વાંચો : અમરેલીઃ કારનો દરવાજો લોક થઈ જતાં એક જ પરિવારના 4 બાળકોના ગૂંગળાઈ જવાથી મોત

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article