T20 ફોર્મેટના આગમન સાથે ક્રિકેટમાં મોટા બદલાવ જોવા મળ્યા છે, T20I સતત નવા રેકોર્ડ બનતા રહે છે અને તુટતા રહે છે. 20 ઓવરની મેચમાં પણ 250 થી વધુનો સ્કોર સામાન્ય બાબત થઇ ગઈ છે. એવામાં એક ટીમે T20I ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ (Lowest T20I people record) બનાવ્યો છે. આખી ટીમ માત્ર 7 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ. આખી ટીમ મળીને બે આંકડામાં રન બનાવી શકી.
આ ટીમ વચ્ચે રમાઈ હતી મેચ:
T20I ક્રિકેટની આ મેચ લાગોસના તફાવા બલેવા સ્ક્વેર ક્રિકેટ ઓવલ ખાતે રમાઈ હતી. આ મેચમાં નાઈજીરીયા અને આઈવરી કોસ્ટ વચ્ચે મેચ રમાઈ (Nigeria vs Ivory Coast) હતી. આ ICC મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા સબ રિજનલ ક્વોલિફાયર C 2024 ની મેચ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરતા નાઈજીરિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા હતા. જવાબમાં આઇવરી કોસ્ટની ટીમ 7.3 ઓવરમાં માત્ર 7 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.
અગાઉ આ ટીમના નામે હતો રેકોર્ડ;
આ સાથે સૌથી ઓછા રન પર ઓલઆઉટ થવાનો વર્લ્ડ રેકોર્ડ તુટી ગયો હતો, આગાઉ આ રેકોર્ડ મંગોલિયાને નામે હતો, મંગોલિયાની ટીમ સિંગાપોર સામે 10 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી.
Also read: IND vs AUS 1st test: ચોથા દિવસે પહેલું સેશન ભારતને નામ, ટ્રેવિસ હેડે લડત બતાવી
નાઈજીરીયાએ ઈતિહાસ રચ્યો:
આઇવરી કોસ્ટના 11માંથી 7 બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. એક બેટ્સમેન સૌથી વધુ માત્ર 4 રન બનાવી શક્યો હતો. બાકીના 3 બેટ્સમેન માત્ર 1-1 રન બનાવીને આઉટ થયા. આ રીતે નાઈજીરિયાની ટીમે 264 રનના રેકોર્ડ માર્જિનથી મેચ જીતી લીધી હતી. નાઈજીરિયાની આ જીત ઐતિહાસિક છે કારણ કે ટી-20 ક્રિકેટ ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ આ ત્રીજી સૌથી મોટી જીત છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને