UCC volition  beryllium  implemented successful  Uttarakhand from this date, large  announcement earlier  Prime Minister's visit

દેહરાદુન: યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કોડ અંગે દેશમાં લાંબા સમયથી ચર્ચા થઇ રહી છે, કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં UCC લાગુ કરવા વચન આપ્યું છે. એવામાં ઉત્તરાખંડ સરકારે આ દિશામાં આગેવાની લીધી છે, રાજ્ય સરકારે UCC લાગુ કરવાની જાહેરાત (UCC successful Uttarakhand) કરી હતી, ઉત્તરાખંડ સરકાર આવતી કાલે 27 જાન્યુઆરીથી રાજ્યમાં UCC લાગુ કરવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દહેરાદૂનની મુલાકતે જવાના છે એ પહેલા UCC લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2022 ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે UCC અમલ કરવા વચન આપ્યું હતું, જેના કરણે પાર્ટીને મોટો ફાયદો થયો હતો અને ભાજપ બીજા કાર્યકાળ માટે ચૂંટાઈ હતી.

UCC પોર્ટલ લોન્ચ થશે:
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી UCC પોર્ટલ લોન્ચ કરશે. ઉત્તરાખંડ UCC લાગુ કરનારું પ્રથમ રાજ્ય બનશે. મુખ્ય પ્રધાનના સચિવે માહિતી આપી હતી કે UCC પોર્ટલ 27 જાન્યુઆરીના રોજ બપોરે 12:30 વાગ્યે સચિવાલય ખાતે લોન્ચ કરવામાં આવશે.

વર્કશોપ યોજાઈ:
અગાઉ ઉત્તરાખંડ પોલીસ મુખ્યાલય ખાતે યુનિફોર્મ સિવિલ કોડ પર એક વર્કશોપ યોજાઈ હતી, જ્યાં વિવિધ સમુદાયોના પ્રતિનિધિઓએ UCCના અમલીકરણ પછી તેમના સામાજિક અધિકારો સંબંધિત પ્રશ્નો પૂછીને ચર્ચામાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો…પ્રયાગરાજમાં આજે લાગશે જ્યોતિષનો મહાકુંભ

કાયદાકીય નિષ્ણાતોએ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતાં અને સ્પષ્ટ કર્યું કે આ UCC દ્વારા તમામ ધર્મો અને સમુદાયોના સામાજિક અધિકારોમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. UCC લોકો અને વિવિધ ધર્મો અને સમુદાયો વચ્ચે સંકલન અને એકરૂપતા સ્થાપિત કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને