પુષ્કર: હાલ રાજસ્થાનના પુષ્કરમાં આંતરરાષ્ટ્રીય પશુ મેળો ચાલી રહ્યો છે, જેમાં અનેક પ્રાણીઓ વેચાણ માટે આવ્યા છે. આ મેળામાં અનમોલ નામનો પાડો પણ આવ્યો છે જેની કિંમત 23 કરોડ રૂપિયા છે. સૌથી મહત્વની વાત એ છે કે ‘અનમોલ’ પાડાનું વજન 1500 કિલો છે. જો કે તેને અહી વેચાણ માટે નથી લાવવામાં આવ્યો, પરંતુ તે ચોક્કસપણે મેળાની શોભામાં વધારો કરી રહ્યો છે.
આ પણ વાંચો : RBI આ ભારતીય ક્રિકેટરના સમ્માનમાં બહાર પાડશે સાત રૂપિયાનો સિક્કો? શું છે વાઈરલ દાવાની સચ્ચાઈ?
અનમોલ નામનો આ પાડો મુર્રા જાતિનો છે, જેની ઉંચાઈ 5 ફૂટ 8 ઈંચ છે જ્યારે તે 13 ફૂટ લાંબો છે. તેનું વજન 1500 કિલો છે. મેળામાં તેણે અનેક પાડાઓને પાછળ છોડીને નંબર વનનું ખિતાબ મેળવ્યું છે. એટલું જ નહીં આ પાડાનું નામ આંતરરાષ્ટ્રીય રેકોર્ડમાં પણ નંબર વન પર છે. આ પાડાને રાજસ્થાન સરકાર તરફથી એવોર્ડ પણ મળવાનો છે.
દરરોજનો બે હજારનો ખર્ચ
અનમોલના માલિકે જણાવ્યું કે તેને ઉછેરવાનો ખર્ચ દરરોજ લગભગ બે હજાર રૂપિયા આવે છે. એક વર્ષમાં વિવિધ ખર્ચાઓ પાછળ ત્રણથી ચાર લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે. તેની સંભાળ અને જાળવણી માટે કાયમ ચાર લોકો રોકાયેલા હોય છે. ઘરના મોટા ભાગના લોકો પણ તેની સંભાળ રાખવામાં વ્યસ્ત હોય છે.
પાડાની કિંમત 23 કરોડ રૂપિયા
વળી અનમોલનાં ખોરાક પાછળ તેના માલિક એક દિવસમાં અંદાજે 1500થી 2000 રૂપિયા ખર્ચે છે, જેમાં બદામ, કાજુ, દૂધનો સમાવેશ થાય છે. તેનું વીર્ય 250 રૂપિયામાં વેચાય છે, જે તેના પરિવાર અને પોતાના ખર્ચને પહોંચી વળવામાં મદદ કરે છે. આ પાડાની કિંમત 23 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જો કે, માલિકનું કહેવું છે કે અનમોલને વેચવો જોઈએ નહીં કારણ કે તે પરિવાર માટે આવકનું મુખ્ય સાધન છે.
આ પણ વાંચો : ગુરુ અને ચંદ્રની યુતિથી બન્યો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…
સેલ્ફી લેવા માટે લોકોની કતાર
પુષ્કરના મેળામાં 1500 કિલોનાં અનમોલ પાડાએ લોકો અને વિદેશી પ્રવાસીઓને આકર્ષ્યા છે. અનમોલ દર વખતે હરિયાણાના સિરસાથી આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળામાં આવે છે અને પ્રવાસીઓ તેને જોવા આવે છે. આબાલ વૃદ્ધ સૌ અનમોલ સાથે સેલ્ફી લઈ રહ્યા છે. આ પાડા સાથે મોબાઈલ પર સેલ્ફી લેવા માટે લોકોની કતાર લાગી છે.