Gujarat Change upwind  unseasonal rainfall  forecast

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, એવામાં હવામન વિભાગે આગાહી કરી છે કે અગામી દિવસોમાં હવામાનમાં પલટો આવશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પાડવાની શક્યતા છે. ઉત્તર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ નજીક સર્જાયેલા એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો (Weather successful northbound India) આવશે. ગુજરાતના કેટલાક જીલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : આજથી કેવડીયામાં શરૂ થયો છે આ ફેસ્ટીવલ, જાણો વિગતવાર…

ગુજરાતના વાતાવરણમાં પલટો:

ઉત્તરાયણના દિવસથી ગુજરાતમાં ઉત્તર પૂર્વ દિશાના પવન ફૂંકાઈ (Gujarat Weather) રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે, ગુજરાતમાં હવે પવનની દિશા બદલાઈ ગઈ છે, જેના કારણે લોકોને ઠંડીમાંથી રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનાના અંત સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે, આ સાથે કરા પણ પડી શકે છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે, આ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં માવઠું પડી શકે છે. 24મી જાન્યુઆરીથી રાજ્યમાં ફરી ઠંડા પવનો ફૂંકાઈ શકે છે.

ગુજરાતના શહેરોમાં તાપમાન:

હવામાન વિભાગના જણાવ્યા મુજબ નલિયા 9 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, ભુજ અને રાજકોટમાં 12 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી, પોરબંદરમાં 13 ડિગ્રી, કેશોદમાં 13 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આબુ હિલ સ્ટેશન થીજ્યું:

હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

મુંબઈમાં પારો ઊંચકાશે:

હવામાન વિશેષજ્ઞોએ આગાહી કરી છે કે આ અઠવાડિયે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં તાપમાનમાં વધારો થઇ શકે છે, શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ ઉપર જઈ શકે છે. નિષ્ણાતોએ લોકોને વધુ પાણી પીવા અને આઉટડોર એક્ટીવીટી ઓછી કરવાની સલાહ આપી છે.

ઉત્તરભારતમાં માવઠું પડશે:

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ તેમજ બિહારના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. આગામી 48 કલાકમાં વરસાદ પછી ધુમ્મસમાંથી રાહત મળવાની શક્યતા છે.

દિલ્હીમાં ઠંડીથી આંશિક રાહત:

દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીનું મહત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું.

આ પણ વાંચો : Bullet Train : મુંબઈ-અમદાવાદના કોરિડોરમાં 340 કિલોમીટરનું કામ પ્રગતિના પંથે…

દક્ષિણ ભારતમાં વરસાદ:

હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક ટર્ફ લાઇન બની રહી છે, જે તમિલનાડુના દરિયાકાંઠાની નજીક છે. આના કારણે, તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ કેરળના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને