નવી દિલ્હીઃ ગુજરાતમાં શહેર-જિલ્લા ભાજપ પ્રમુખોના નામ કોઈ કારણોસર જાહેર થયા નથી. શહેર-જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત બાદ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે તેમ માનવામાં આવે છે. ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું સ્થાન કોણ લેશે તેના પર સૌની નજર છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખના નામને લઈ પણ અનેક અટળકો થઈ રહી છે.
આ પણ વાંચો : Rahul Gandhi એ ફરી ઉઠાવ્યો જાતિગત વસ્તી ગણતરી અને અનામતનો મુદ્દો, બિહારના સર્વેને નકલી ગણાવ્યો…
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાના એક સપ્તાહની અંદર ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થઈ શકે છે. ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી વર્તમાન પ્રમુખ જે પી નડ્ડાની આગેવાનીમાં જ લડશે. હાલ ભાજપમાં સંગઠન ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. અડધાથી વધુ રાજ્યમાં તે પૂર્ણ થયા બાદ નવા પ્રમુખના નામ અંગે ભાજપના મોવડી મંડળ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે.
જે પી નડ્ડાનો કાર્યકાળ થઈ ચૂક્યો છે પૂરો
જેપી નડ્ડા ફેબ્રુઆરી 2020માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ગયા બાદ ગત વર્ષે જાન્યુઆરીમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લંબાવવામાં આવ્યો હતો. હાલ તેઓ મોદી મંત્રીમંડળમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાનની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.
આ પણ વાંચો : 31 જાન્યુઆરીથી સંસદનું Budget Session,1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે…
ક્યારે નવા અધ્યક્ષનું નામ થઈ શકે છે જાહેર
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, 10 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ભાજપના અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે છે. હાલ માત્ર ચાર રાજ્યમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ છે. ભાજપના બંધારણ મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવા માટે ઓછામાં ઓછા 50 ટકા સ્ટેટ એકમમાં સંગઠનની ચૂંટણી પૂરી થયેલી હોવી જરૂરી છે. પાર્ટી નેતાઓના કહવા મુજબ, ચૂંટણી પ્રક્રિયા નિર્ધારીત સમય પ્રમાણે ચાલી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા ચૂંટણીના કારણે સદસ્યતા અભિયાનમાં વિલંબ થયો હતો. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ગમે ત્યારે ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરી શકે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને