IPL Auction 2024: ક્રિકેટના મહાકુંભ ગણાતા ઈન્ડિયન પ્રીમિયર લીગની જેદ્દાહ (સાઉદી અરેબિયા)માં ઑક્શન ચાલી રહી છે. ઑક્શનના પ્રથમ દિવસે જ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો હતો. ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સનો હિસ્સો રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ લોટરી લાગી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે તેને 10 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. તેની બેસ પ્રાઇસ 2 કરોડ હતી. શમીને ખરીદવા અન્ય ફ્રેન્ચાઇઝીએ પણ બોલી લગાવી હતી પણ અંતમાં હૈદરાબાદે બાજી મારી હતી.
આ પણ વાંચો : પર્થમાં બુમરાહ-સિરાજનો હાહાકાર, 12 રનમાં ઑસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પાડી દીધી
શમીને ખરીદવા આ ફ્રેન્ચાઈઝીએ દાખવ્યો રસ
બીજા સેટના પ્રથમ પ્લેયર શમી પર કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે બોલી લગાવવાનું શરૂ કર્યું. જે બાદ લખનઉ સુપર જાયન્ટ્સ મેદાનમાં ઉતરી. અંતે સનરાઈઝર્સ હૈદરાબાદની એન્ટ્રી થઈ. ગુજરાત ટાઈટન્સે રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ ન કરતાં હૈદરાબાદે તેને 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મોહમ્મદ શમી આઈપીએલમાં અત્યાર સુધીમાં 4 ફ્રેન્ચાઇઝી તરફથી રમી ચુક્યો છે. આઈપીએલ 2013માં તે કોલકાતા નાઈટરાઈડર્સ સાથે જોડાયો હતો. પ્રથમ સીઝનમાં 3 મેચ રમ્યો હતો. આઈપીએલે 2014 પહેલા દિલ્હીએ તેને ખરીદ્યો હતો. આ સીઝનમાં શમીએ 12 મેચમાં 7 વિકેટ લીધી હતી. જે પછીની સીઝનમાં તે ઈજાના કારણે રમ્યો નહોતો. આઈપીએલ 2018માં પણ તેને ઈજા થતાં ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કર્યો હતો.
આઈપીએલ 2019 પહેલાં કિંગ્સ 11 પંજાબે શમી પર દાવ લગાવ્યો હતો. જે બાદ શમીએ દરેક સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આઈપીએલ 2022 પહેલા થયેલી મેગા ઓક્શનમાં નવી ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સે શમીને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલ 2022માં તેણે 20 વિકેટ લીધી હતી અને ગુજરાતને પ્રથમ સીઝનમાં વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આઈપીએલ 2023માં શમીએ 28 વિકેટ લઈ પર્પલ કેપ વિજેતા બન્યો હતો.
આ પણ વાંચો : IPL Auction 2025: આ બે ટીમો રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ નહીં કરી શકે, જાણો શું છે RTM?
મોહમ્મદ શમી 2013થી આઈપીએલ રમી રહ્યો છે. તેના કરિયરમાં 110 મેચ રમ્યો છે. આ દરમિયાન 110 ઈનિંગમાં શમીએ 127 શિકાર કર્યા છે. તેની સરેરાશ 26.86 અને ઇકૉનોમી 8.43 છે. તે લગભગ દર 19માં બોલ પર વિકેટ ખેરવે છે.
IPL 2013: 1 વિકેટ
IPL 2014: 7 વિકેટ
IPL 2016: 5 વિકેટ
IPL 2017: 5 વિકેટ
IPL 2018: 3 વિકેટ
IPL 2019: 19 વિકેટ
IPL 2020: 20 વિકેટ
IPL 2021: 19 વિકેટ
IPL 2022: 20 વિકેટ
IPL 2024: 28 વિકેટ
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને