Indigo Airlines and Mahindra logos

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઈન્ડિગોએ (India Go Airlines) જાણીતી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા ઈલેક્ટ્રિક (Mahindra Electric) ઓટોમોબાઇલ સામે ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ દિલ્હી હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ઈન્ડિગોએ મહિન્દ્રા ઈલેક્ટ્રિક ઑટોમોબાઈલે તેમની નવી ઈલેક્ટ્રિક કાર મહિન્દ્રા BE 6Eમાં 6Eનો ઉપયોગ કરીને ટ્રેડમાર્કનું (trade mark) ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. મહિન્દ્રા તેની નવી કાર ફેબ્રુઆરી 2025માં લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.

ક્યારે થઈ શકે છે સુનાવણી

એક રિપોર્ટ મુજબ, ઈન્ડિગો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી જસ્ટિસ અમિત બંસલ સમક્ષ આવતાં જ તેમણે પોતાની જાતને મામલાથી અલગ કરી દીધી હતી. આ મામલાની સુનાવણી 9 ડિસેમ્બરે થવાની આશા છે. આ દરમિયાન ઈન્ડિગો તરફથી રજૂ થયેલા વકીલ સંદીપ સેઠીએ હાઈકોર્ટને જણાવ્યું કે, મહિન્દ્રા તરફથી એરલાઈન કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.


Also read: ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલાની છેડતી


6E પર શું છે વિવાદ

વિમાન કંપની ઈન્ડિગો એરલાઇન્સ 6E નામથી કામ કરે છે. જે ન માત્ર તેની સત્તાવાર ઓળખ છે પરંતુ તેના બ્રાન્ડિંગનું એક મુખ્ય તત્વ પણ છે. એટલું જ નહીં 6E બ્રાંડમાં મુસાફર કેન્દ્રિત સુવિધાઓની લાંબી સીરિઝ સામેલ છે. જે મુસાફરોના અનુભવનને શાનદાર બનાવવા ડીઝાઇન કરવામાં આવી છે. 6E પ્રાઇમમાં સીટ પસંદગી, ચેક-ઈન તથા સ્નેક્સ જેવી સુવિધા આપવામાં આવે છે. જ્યારે 6E ફ્લેક્સમાં મુસાફરોને અમર્યાદીત લાઉન્ઝ એક્સેસ, ટિકિટ કેન્સલેશનમાં વધારે રિફંડ મંજૂરી આપે છે. જ્યારે 6E એડ-ઑનમાં મુસાફરોને વધારાનો સામાન, પહેલાથી બુક કરવામાં આવેલું ભોજન યોગ્ય સમયે આપવાની સુવિધા મળે છે.

ઈન્ડિગોએ 2015માં 9, 35, 39 અને 16 અંતર્ગત 6E લિંક માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ એવો ટ્રેડમાર્ક છે જેનો ઉપયોગ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન માટે વસ્તુઓ તથા સેવાઓને વર્ગીકૃત કરવા માટે થાય છે. જેનાથી વિવિધ સેવાઓના ટ્રેડમાર્કના દાયરામાં લાવવામાં મદદ મળે છે.


Also read: દુર્દશા કરશો નહીંઃ દરિયામાં કચરો ઠાલવતા આનંદ મહિન્દ્રાએ વ્યક્ત કરી ચિંતા


મહિન્દ્રાએ પણ કરાવ્યું છે રજિસ્ટ્રેશન

25 નવેમ્બરે ટ્રેડમાર્ક રજિસ્ટ્રારે ક્લાસ 12માં શબ્દ ચિન્હ BE 6Eનું રજિસ્ટ્રેશન કરવા મહિન્દ્રા ઈલેક્ટ્રિકની વિનંતી સ્વીકારી હતી. તાજેતરમાં જ લૉન્ચ થયેલી ઈલેક્ટ્રિક કાર મહિન્દ્રા BE 6E એ તેની ડિઝાઇન અને ટેક્નોલોજીથી ભરપૂર ફીચર્સના કારણે ઈન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે. કારનું અનાવરણ થઈ ચૂક્યું છે પરંતુ બુકિંગ શરૂ થયું નથી. આગામી વર્ષે ડિલીવરી શરૂ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને