અમદાવાદઃ આજે નાણા પ્રધાન નિર્મલા સિતારામનનું આઠમું બજેટ 11 વાગ્યે રજૂ થવાનું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર શપથ લીધા તે પહેલા અંતરિમ બજેટ રજૂ કરાયું હતું. સિતારામન ફેબ્રુઆરીના પહેલા જ દિવસે જનતાને શું આપશે અને તેમની પાસેથી શું લેશે તે જણાવવાના છે ત્યારે આજે સ્ટોક માર્કેટ પર બજેટની રાહ જોઈને બેઠું છે.
સામાન્ય રીતે શનિ-રવિ સ્ટોક માર્કેટ બંધ હોય છે, પરંતુ આજે શનિવાર હોવા છતાં સ્ટોક માર્કેટ ખુલ્લું છે. આનું કારણ બજેટ છે. આજના બજેટ પર શેરમાર્કેટ પણ નજર ટકાવીને બેઠું છે. છેલ્લા એકાદ બે મહિનામાં શેરમાર્કેટમાં ભારે ઉથલપાથલ મચી છે અને એકંદરે માર્કેટ નિરસ ચાલી રહ્યું છે. દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓની અસર સીધી સેન્સેક્સ પર જોવા મળે છે અને એકાદ ઘટનાના પરિણામરૂપે રોકાણકારોના લાખો ધોવાઈ જાય છે ત્યારે દેશનું બજેટ સેન્સેક્સના ઉતાર-ચઢાવમાં મહત્વનો ભાગ ભજવે છે આથી આજે સ્ટોકમાર્કેટ શનિવારના દિવસે પણ કામ કરશે.
Also read:આજે બજેટઃ ટેક્સપેયર્સથી માંડી ગૃહિણીઓની આશા ફળશે કે પછી
બીજી બાજુ બેંકની વાત કરીએ તો આરબીઆઈ વર્ષની રજાઓ જાહેર કરી દે છે, પરંતુ તે દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. રાજ્યોમાં ઉજવાતા તહેવાર અનુસાર રજાઓમાં ફેરફાર થતાં હોય છે ત્યારે બજેટને અનુલક્ષીને બેંકોના કાર્યક્રમોમાં કોઈ ફેરફાર નથી. આજે મહિનાનો પહેલો શનિવાર છે અને પહેલા અને ત્રીજા શનિવારે બેંકો કામ કરે છે અને બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે ત્યારે આજે બેંકિંગ સેવા ચાલુ રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને