400 percent instrumentality    to investors successful  a year

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર રેડ સિગ્નલમાં (Indian Stock Market) ખુલ્યું. બજાર ખુલતાની સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી (NSE NIFTY) બંનેમાં સામાન્ય ઘટાડો નોંધાયો.

આજે સવારે 9.25 વાગ્યે BSE SENSEX 80.16 પોઈન્ટ ઘટીને 76,452.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે NSE NIFTY પણ 5.6 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 23,157.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો: શેરબજાર ફરી ધોવાણ તરફ: જાણો નિફ્ટી કેમ 23000ની નીચે ખાબક્યો?

આ શેરોમાં ઘટાડો:

NSEમાં બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, NTPCના શેરોમાં વધારો નોંધાયો હતો. જ્યારે ટાટા મોટર્સ, HDFC લાઇફ, એક્સિસ બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંકના શેરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો.

ફેડરલ રિઝર્વના નિર્ણયની અસર:

ફેડરલ રિઝર્વ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેની અસર એશિયાના બજાર પર જોવા મળી રહી છે. ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજ દરોમાં ઘટાડો કરીને અર્થતંત્રને વેગ આપવા કરવાના પ્રયાસ શરૂ કર્યા હતાં, ત્યાર બાદ ફેડરલ રિઝર્વે પહેલીવાર વ્યાજ દરમાં ઘટાડો ન કરવાનો નિર્ણય લીધો હતો.

લ્યુનાર ન્યુ યરની રજાને કારણે કેટલાક એશિયા-પેસિફિક બજારો બંધ રહ્યા. જાપાનનો બેન્ચમાર્ક નિક્કી 225 0.4% વધીને 39,570.73 પર બંધ રહ્યો.

અહેવાલ મુજબ કે ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.7% વધીને 8,508.30 પર પહોંચ્યો.

બુધવારે, ફેડના નિર્ણય બાદ S&P 500 0.5% ઘટીને 6,039.31 પર બંધ થયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.3% ઘટીને 44,713.52 પર અને નાસ્ડેક કમ્પોઝિટ 0.5% ઘટીને 19,632.32 પર બંધ રહ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને