You volition  beryllium  capable  to spot    the histrion  successful  theaters tomorrow. Image Source : Pinkvilla

ઓછી ફિલ્મો કરનારા અભિનેતા આમિર ખાન લાલાસિંહ ચઢ્ઢા બાદ થિયેટરોમાં દેખાયો જ નથી. આમિર ખાન 2025માં ડિસેમ્બર મહિનામાં સિતારે ઝમીન પર ફિલ્મમાં દેખાવાનો છે તેવા અહેવાલો હતા અને તે સાચા પણ છે. આમિરની સુપરહીટ ફિલ્મ તારે ઝમીન પરની સિક્વલ સિતારે ઝમીન પર 2025ના અંતમાં રિલિઝ થવાની છે, પરંતુ તે પહેલા આમિર ખાન થિયેટરમાં દેખાવાનો છે.

વાત જાણે એમ છે કે આવતીકાલે આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ લવયાપા થિયેટરમાં આવી રહી છે. આ ફિલ્મમાં શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ છે. આ ફિલ્મમાં જુનૈદના પિતા એટલે કે આમિર ખાન પણ છે. આમિર ખાને પોતે જણાવ્યું છે કે આ ફિલ્મમાં તેનો એક કેમિયો રોલ છે. હવે આ રોલ કેવો છે કેટલો છે અને શું છે તે તો કાલે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે, પરંતુ આમિર ખાન છે એટલે તેણે નાનો અમથો રોલ તો લીધો નહીં હોય, આથી ફેન્સ તેને થોડીવાર માટે પણ થિયેટરમાં જોઈ શકશે.

આ પણ વાંચો…ડિવોર્સની અટકળો પર ઐશ્વર્યાનું પૂર્ણવિરામ, અભિષેકને B-day પર આપી શુભેચ્છા…

ત્રણેય ખાનને ભેગા કર્યા જુનૈદે, જૂઓ વીડિયો
આમિર ખાન, સમાન ખાન અને શાહરૂખ ખાન અનંત અંબાણીના લગ્ન સમારંભમાં સાથે જોવા મળ્યા હતા, તેના પછી ક્યાંય જોવા મળ્યા નથી ત્યારે આમિરના દીકરા જુનૈદે ફરી ત્રણેય ખાનને ભેગા કરવાનું કામ કર્યું છે. ગઈલાકે રાત્રે જુનૈદની ફિલ્મ લવયાપાનું સ્ક્રીનિંગ હતું જેમાં ખાનબંધુઓ ભેગા થઈ ગયા હતા. જોકે સલામન અને શાહરૂખ અલગ અલગ સમયે આવ્યા હોવાથી ત્રણેય એક સાથે ફ્રેમમાં આવ્યા ન હતા. આમિરે બન્ને ખાનને બહુ પ્રેમથી આવકાર્યા હતા અને બન્નએ જુનૈદના વખાણ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને