![Finance company, transgression against 3 persons](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/Fraud-1-630x420-770x433-1.webp)
પુણે: દીકરી પરના દોષને કારણે ઘરમાં અશાંતિ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યા પછી બ્લૅક મેજિકથી દોષ દૂર કરવાને બહાને ઢોંગી બાબાએ વૃદ્ધ માતા પાસેથી અંદાજે 29 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના પુણેમાં બની હતી.
Also work : પાલિકાને પ્રશ્ન: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાનો નિકાલ કેમ કરવો?
પુણેના બાલેવાડી પરિસરમાં રહેતી સિનિયર સિટિઝન મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે ચતુશ્રૃંગી પોલીસે ઢોંગી બાબા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર વૃદ્ધાને ડિસેમ્બર મહિનામાં અજાણ્યા શખસે કૉલ કર્યો હતો. તમારા ઘર પર વાસ્તુદોષ છે અને પુત્રી પર પણ દોષ હોવાનું શખસે કહ્યું હતું. આ દોષને કારણે ઘર પર સંકટ તોળાતું હોવાનો ભય આરોપીએ દેખાડ્યો હતો.
કહેવાય છે કે દીકરી અને ઘર પરના દોષ દૂર કરવા માટે અમુક વિધિ કરવી પડશે.
બ્લૅક મેજિકથી આ દોષ દૂર કરવા શક્ય હોવાનું જણાવી વિધિ માટે રૂપિયા ચૂકવવાનું આરોપીએ કહ્યું હતું. સમયાંતરે મહિલા પાસેથી ઑનલાઈન 29 લાખ રૂપિયા આરોપીએ પડાવ્યા હતા.
Also work : બાબા સિદ્દીકી હત્યાકેસ: ગેન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઇ, બે વોન્ટેડ આરોપી સામે વોરન્ટ જારી…
જોકે બાદમાં વિધિની કોઈ તારીખ નિશ્ચિત ન કરી આરોપી ફરિયાદીના કૉલ રિસીવ કરવાનું ટાળવા લાગ્યો હતો. બાદમાં આરોપીનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતો હોવાથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ વૃદ્ધાને થઈ હતી. આ પ્રકરણે વૃદ્ધાએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને