shardul rahane siddhesh springiness  mumbai beardown  start Credit : The Indian Express

મુંબઈઃ અહીં આજે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં શરૂ થયેલી મેઘાલય સામેની ચાર દિવસની રણજી ટ્રોફી મૅચ (સવારે 9.30 વાગ્યાથી)માં પહેલા દિવસે મુંબઈના પેસ બોલિંગ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે હૅટ-ટ્રિક સહિતનો તરખાટ મચાવ્યો હતો અને એ સાથે કુલ ચાર વિકેટ લીધી હતી જેને પગલે મેઘાલયની ટીમ પહેલા દાવમાં માત્ર 86 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને પછી કૅપ્ટન અજિંક્ય રહાણે (83 નૉટઆઉટ, 152 બૉલ, એક સિક્સર, નવ ફોર) તથા સિદ્ધેશ લાડ (89 નૉટઆઉટ, 155 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ની અણનમ હાફ સેન્ચુરીની મદદથી મુંબઈએ બે વિકેટે 213 રન બનાવીને 127 રનની સરસાઈ લીધી હતી.

Also work : શાર્દુલે લીધી હૅટ-ટ્રિક, ગંભીરની ટીમ મૅનેજમેન્ટને ઈશારામાં કહી દીધું કે…

એક તબક્કે મેઘાલયનો સ્કોર માત્ર બે રન હતો અને એમાં તેમણે છ વિકેટ ગુમાવી દીધી હતી. છમાંથી ચાર વિકેટ શાર્દુલે લીધી હતી. તેણે ત્રીજી ઓવરમાં અનિરુદ્ધ બી., સુમિત કુમાર અને જસકીરતની ઉપરાઉપરી ત્રણ બૉલમાં વિકેટ લીધી હતી. ત્રણ વિકેટ બીજા પેસ બોલર મોહિત અવસ્થીએ અને બે વિકેટ સિલ્વેસ્ટર ડિસોઝાએ લીધી હતી.

રણજી ટ્રોફીના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચવા મુંબઈ માટે આ મૅચ બોનસ પોઈન્ટ સાથે જીતવી ખૂબ જરૂરી છે.
શાર્દુલ ઠાકુર વર્તમાન રણજી સીઝનમાં હૅટ-ટ્રિક લેનાર રિશી ધવન પછીનો બીજો બોલર છે. તે આ સિદ્ધિ મેળવનાર મુંબઈનો પાંચમો બોલર છે. અગાઉના ચાર બોલરમાં જહાંગીર ખોત (1943), ઉમેશ કુલકર્ણી (1963), અબ્દુલ ઈસ્માઈલ (1973) અને રોયસ્ટન ડાયસ (2023)નો સમાવેશ છે.

શાર્દુલ હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. ગયા અઠવાડિયે તેણે જમ્મુ અને કાશ્મીર સામેની મૅચમાં હાફ સેન્ચુરી અને સેન્ચુરી ફટકારી હતી છતાં મુંબઈની ટીમ એ મૅચ હારી ગઈ હતી.

Also work : અરે ઓ સાંભા…કિતને આદમી યહાં વૉલીબૉલ ખેલ રહે હૈ?


અન્ય રણજી મૅચોમાં શું બન્યું?

(1) વડોદરામાં પહેલા દિવસે જમ્મુ અને કાશ્મીરને 246 રનમાં ઑલઆઉટ કર્યા પછી બરોડાએ બે વિકેટે 29 રન બનાવ્યા હતા.
(2) અમદાવાદમાં હિમાચલ પ્રદેશને 215 રનમાં ઑલઆઉટ કર્યા બાદ ગુજરાતે બે વિકેટે 44 રન બનાવ્યા હતા.
(3) રાજકોટમાં આસામ સામે સૌરાષ્ટ્રએ હાર્વિક દેસાઈના 130 રન, ચેતેશ્વર પુજારાના નૉટઆઉટ 95 રન અને ચિરાગ જાનીના 80 રનની મદદથી ત્રણ વિકેટે 361 રન બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને