Attacker of pistillate   constable assaulted different  policeman successful  hospital Screen Grab: The Indian Express

શિમલાઃ કોલકાતા અને દિલ્હીમાંથી બે વ્યક્તિઓની ધરપકડથી ઉત્તર ભારતમાં ડ્રગ્સની હેરાફેરીનું વ્યાપક નેટવર્ક ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

શિમલાના પોલીસ અધિક્ષક(એસપી) સંજીવ કુમાર ગાંધીના જણાવ્યા અનુસાર આ ગેંગ એક સંગઠિત સપ્લાય ચેન હતી, જેને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ઓનલાઇન બુકિંગ દ્વારા સુવિધા આપવામાં આવતી હતી. તેમણે કહ્યું કે નિર્દોષ લોકોના ખાતાનો દુરુઉપયોગ થઇ રહ્યો હતો અને ત્યાં સુધી કે કુરિયર દ્વારા પણ ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું હતું.

આ મહિનાની શરૂઆતમાં કોલકાતાથી આંતરરાજ્ય ડ્રગ કિંગ પિન સંદીપ શાહની ધરપકડ બાદ ગેંગની મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. શાહ એક આંતરરાજ્ય ડ્રગ ગેંગ દ્વારા ચિટ્ટા(ભેળસેળયુક્ત હેરોઇન)ની સપ્લાય કરતો હતો. દક્ષિણ દિલ્હીના મહરૌલીથી તેના નજીકના સાથી નીરજ કશ્યપની પણ ધરપકડ કરવામાં આવી હતી.

કોલકાતા સ્થિત શાહ વર્ચ્યુઅલ નંબરો અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ કરીને સ્થાનિક સંપર્કો દ્વારા ડ્રગ્સની માંગ પૂરી કરતો હતો. વોટ્સએપ દ્વારા વાતચીત કરવામાં આવતી હતી અને નિર્દોષ લોકોના ખાતાનો દુરુપયોગ કર્યા બાદ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટફેસ (યુપીઆઇ) દ્વારા દિલ્હીમાં તેમના સહયોગીઓના ખાતામાં ચૂકવણીઓ જમા કરવામાં આવતી હતી. ત્યાર બાદ ગ્રાહકના ઘરની નજીક કોઇ સીધા સંપર્ક વિના ડિલિવરી કરવામાં આવતી હતી.

Also read:હિમાચલ પ્રદેશ જતા પહેલા સો વાર વિચારજો, નહી તો મુશ્કેલીમાં ફસાઈ જશો!

ગાંધીએ જણાવ્યું કે આ શંકાસ્પદ વેપારમાં લગભગ ૫૦૦ લોકો સામેલ છે. તસવીરો અને અન્ય વિગતોના માધ્યમથી સ્થાનની પુષ્ટિ કરીને ડિલિવરી કરવામાં આવે છે. ચૂકવણીની પુષ્ટિ થયા બાદ ડ્રગ્સ ક્યાં રાખવામાં આવ્યું છે તે ચોક્કસ સ્થાન ગ્રાહક સાથે શેર કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને